USCIS લોગો / USCIS
ટ્રમ્પ વહીવટીતંત્રએ રાષ્ટ્રીય સુરક્ષાના જોખમવાળા ગણાતા ૧૯ દેશોના નાગરિકોની તમામ ઇમિગ્રેશન અરજીઓ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. આ સાથે જ લાખો કેસોની ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા તપાસ અને જરૂર પડે તો ફરી ઇન્ટરવ્યૂ લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ નિર્ણય વોશિંગ્ટનમાં અફઘાનિસ્તાનના એક નાગરિક દ્વારા બે નેશનલ ગાર્ડ સૈનિકો પર કરવામાં આવેલા હુમલા બાદ લેવાયો છે, જેમાં એક સૈનિકનું મોત થયું હતું અને બીજા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પ્રમુખ ટ્રમ્પે ચોક્કસ દેશોમાંથી આવતા ઇમિગ્રન્ટ્સ અને આશ્રય શોધનારાઓ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી હતી.
૨ ડિસેમ્બરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જાહેર કરવામાં આવેલા ૪ પાનાના મેમોમાં જણાવાયું છે કે, “૨૦ જાન્યુઆરી, ૨૦૨૧ કે તે પછી અમેરિકામાં પ્રવેશેલા ઉચ્ચ જોખમવાળા દેશોના તમામ વિદેશી નાગરિકોની વ્યાપક પુનઃતપાસ, જરૂરી ઇન્ટરવ્યૂ અને પુનઃઇન્ટરવ્યૂ કરવું જરૂરી છે.”
આ નીતિ હેઠળ ૧૨ દેશો – અફઘાનિસ્તાન, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન, યેમેન સહિત અન્ય છ દેશોના નાગરિકોનો અમેરિકામાં પ્રવેશ પૂર્ણપણે પ્રતિબંધિત કરાયો છે, જ્યારે બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સીએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા – આ સાત દેશોના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાગુ કરાયો છે.
આ નવી નીતિથી મુખ્યત્વે આફ્રિકી અને એશિયાઈ દેશોના અરજદારો પ્રભાવિત થશે. આ ઉપરાંત વિશ્વભરમાંથી આવતી તમામ આશ્રય અરજીઓ (ફોર્મ I-589) પર પણ તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી છે.
USCISના જણાવ્યા અનુસાર, હાલમાં ૧૪ લાખથી વધુ આશ્રય અરજીઓ પેન્ડિંગ છે, જે આ નવા આદેશથી સીધી અસરગ્રસ્ત થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login