ADVERTISEMENT

ADVERTISEMENT

રો ખન્નાએ ઝોહરાન મામદાનીના 4 જુલાઈના ભાષણને દેશભક્તિપૂર્ણ ગણાવ્યું

કોંગ્રેસમેનનું કહેવું છે કે આ ભાષણ અમેરિકાના સ્થાપક આદર્શો પર આધારિત હતું.

 પ્રતિનિધિ રો ખન્નાએ કહ્યું કે ઝોહરાન મમદાનીના 4 જુલાઈના ભાષણનો પડઘો સમગ્ર દેશમાં પડશે. પ્રતિનિધિ રો ખન્નાએ કહ્યું કે ઝોહરાન મમદાનીના 4 જુલાઈના ભાષણનો પડઘો સમગ્ર દેશમાં પડશે. / X/@RoKhanna & X/@NYCMayor

ભારતીય મૂળના અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ ન્યૂયોર્ક સિટીના મેયર પદના ઉમેદવાર ઝોહરાન મામદાનીના 4 જુલાઈ નિમિત્તે આપેલા ભાષણની પ્રશંસા કરી છે. તેમણે મામદાનીને "ઈતિહાસનો ગંભીર વિદ્યાર્થી" ગણાવતા કહ્યું કે જ્યોર્જ વોશિંગ્ટનના ઐતિહાસિક ડેસ્ક પાછળથી ભાષણ આપવાનો તેમનો નિર્ણય અમેરિકાના સ્થાપક આદર્શોને ઉજાગર કરતો હતો.

ખન્નાની આ ટિપ્પણીનો વીડિયો રિપબ્લિકન નેશનલ કમિટીની રિસર્ચ વિંગ RNC Research દ્વારા શેર કરવામાં આવ્યો હતો. બાદમાં ખન્નાએ પોતાના X એકાઉન્ટ પર આ નિવેદનની પુષ્ટિ પણ કરી હતી.

મામદાનીના ભાષણ અંગે પૂછવામાં આવતા ખન્નાએ કહ્યું, "મને આનંદ છે કે તેમણે આવું કર્યું. તે દર્શાવે છે કે જે દેશે ડોનાલ્ડ ટ્રમ્પને જન્મ આપ્યો, એ જ દેશે ઝોહરાન મામદાનીને પણ તક આપી."

તેમણે વધુમાં કહ્યું કે જ્યોર્જ વોશિંગ્ટનના ડેસ્ક પાછળથી ભાષણ આપવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે ન્યૂયોર્ક એક સમય અમેરિકાની પ્રથમ રાજધાની હતું. "ઘણા લોકો આ વાત ભૂલી જાય છે, પરંતુ ઝોહરાનને આ ઇતિહાસની સારી સમજ છે," એમ ખન્નાએ કહ્યું.

ખન્નાના જણાવ્યા અનુસાર, મામદાનીએ અમેરિકાના સ્થાપક આદર્શોને આજના સમય સાથે જોડતા સ્વતંત્રતાની ઘોષણામાં દર્શાવાયેલા સમાનતા અને લોકશાહીના સિદ્ધાંતોને સાચી દેશભક્તિ તરીકે રજૂ કર્યા. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ માટે સમાનતાનો સંદેશ અને ઇમિગ્રન્ટ્સનું સ્વાગત કરવાની અમેરિકાની પરંપરા જ દેશની સાચી ઓળખ છે, અને આ સંદેશ દેશભરમાં લોકો સુધી પહોંચશે.

યુગાન્ડામાં જન્મેલા અને બાદમાં અમેરિકાના નાગરિક બનેલા ઝોહરાન મામદાની ભારતીય મૂળની માતા અને યુગાન્ડાના પિતાના પુત્ર છે. CNN અનુસાર, તેમણે 3 જુલાઈએ ન્યૂયોર્ક સિટી હોલમાં જ્યોર્જ વોશિંગ્ટનના ઐતિહાસિક ડેસ્ક પાછળ બેસીને, તાજેતરમાં અમેરિકાના નાગરિક બનેલા લોકોની હાજરીમાં આ ભાષણ આપ્યું હતું.

ભાષણમાં મામદાનીએ કહ્યું હતું કે અમેરિકાના સ્થાપક મૂલ્યો એટલા મજબૂત છે કે તેઓ કોઈપણ સત્તાવાદી શાસનનો સામનો કરી શકે છે, પરંતુ તે માટે લોકોને સતત આ મૂલ્યોને અપનાવવા પડશે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા એક એવો દેશ છે, જે દરરોજ પોતાના સ્થાપક આદર્શોને વધુ સારું બનાવવા તરફ આગળ વધી રહ્યો છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?