ADVERTISEMENT

ADVERTISEMENT

હીરાઉદ્યોગમાં મંદીની વાતો વચ્ચે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ વધ્યું, હોંગકોંગ ,ચાઇના અને અમેરિકા લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી.

હીરા હે સદા કે લિયે નહિ પરંતુ લેબગ્રોન ડાયમંડ હવે દરેક વ્યક્તિ પેહરી શકશે: મુકેશ પટેલ

લેબગ્રોન ડાયમંડની જવેલરી બનવા સુધીની સફર / Greenlab Diamond

એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે તેવી વાતો થઈ રહી છે તો બીજી તરફ વિદેશોમાં લેબગ્રોન ડાયમંડની માંગ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને હોંગકોંગ, જાપાન અને અમેરિકામાં લેબગ્રોન ડાયમંડ ની ડિમાન્ડ દિન પ્રતિદિન વધી રહી છે. અને સુરત લેબગ્રોન ડાયમંડમાં છેલ્લા પાંચ છ વર્ષોમાં હબ બની ચૂક્યું છે.

લેબ ગ્રોન  ડાયમંડ માં સુરત એ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે ખાસ કરીને નેચરલ ડાયમંડ ની સરખામણી માં  લેબગ્રોંન  ડાયમંડ નું માર્કેટ વધ્યું છે.પાછલા પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન અને વેચાણમાં 500 થી 600  ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી છે તેવી વાતો વહેતી થઈ છે.જો કે આ બધી વાતો ને વચ્ચે ઘણા એવા લોકો છે કે જે હાલ ડાયમંડમાં સારો એવો બિઝનેસ કરી રહ્યા છે. જેઓના કહેવા પ્રમાણે હાલ ડાયમંડ ઉદ્યોગમાં કોઈપણ પ્રકારની મંદી નથી. સાથે જ જાણકારો એવું પણ કહી રહ્યા છે કે જો નેચરલ ડાયમંડમાં મંદી હોય તો તેઓ વિરોધ કેમ નથી કરી રહ્યા.

સુરતમાં ડાયમંડ ક્ષેત્રે લેબગ્રોંન ડાયમંડ માં મોટું નામ ધરાવતા અને ગ્રીન લેબના નામથી લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરતા મુકેશ પટેલે કહ્યું કે લેબગ્રોન ડાયમંડ એ પણ નેચરલ ડાયમંડ જેવા જ  છે. જો આ વાતને સમજવી હોય તો આપણે ટેસ્ટ ટ્યુબ બેબી નું ઉદાહરણ લઈ શકીએ છીએ.આ પ્રક્રિયા પણ ટેસ્ટ ટ્યુબ બેબી અને કુદરતી રીતે જન્મેલા બાળક જેવી જ છે જ્યાં વિકાસની પ્રક્રિયા અલગ-અલગ હોય છે પરંતુ અંતિમ પરિણામ બરાબર એક જ હોય ​​છે. એટલે કે લેબમાં ઉગાડવામાં આવેલા હીરા 100% અસલી હોય છે અને  તે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લેબમાં બનાવવામાં આવે છે. પરંતુ તેઓ રાસાયણિક અને ભૌતિક રીતે કુદરતી હીરા જેવા જ છે. ખીણમાં મળતા હીરા ઘણા વર્ષોથી પૃથ્વીની સપાટીની નીચે કુદરતી રીતે બને છે. લેબોરેટરી માં બનાવવામાં આવતા હીરા પણ એ જ રીતે ઉગાડવામાં આવે છે પરંતુ તેની સમય મર્યાદા ઓછી હોય છે.આ હીરા માત્ર થોડા અઠવાડિયાના સમયગાળામાં બે પ્રક્રિયાઓ દ્વારા બનાવવામાં આવે છે.

Mukesh Patel(L) & Smit Patel(R) / Greenlab

વધુમાં મુકેશભાઈ પટેલે કહ્યું કે  હાલમાં અમેરિકા જાપાન ચાઇનામાં લેબ ગ્રોન ડાયમંડ ની ડિમાન્ડ અને બીજનેસ વધ્યો છે અમેરિકામાં વાત કરવામાં આવે તો જો એક ક્રોસ વાળો ડાયમંડ એક પીસ 15000 ડોલરમાં જાય છે અને મહિનામાં એવા 3000 પીસ ની મારી પાસે ડિમાન્ડ આવતી હોય છે. એટલે કે માર્કેટમાં મંદી નથી. કહેવત છે કે હીરો સદાને માટે છે પરંતુ હું એવું ઈચ્છું છું કે લેબગ્રોંન ડાયમંડ ફોર એવરીવન. અત્યારે 60 ટકા જેટલા રત્ન કલાકારો લેબ ગ્રોન ડાયમંડમાં કામ કરી રહ્યા છે અને તેઓનું જીવન ધોરણ પહેલા કરતાં પણ સુધર્યું છે.

હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અંગે વાત કરતા સ્મીત પટેલે કહ્યું કે જો હું મારી વાત કરું તો મારી પાસે હાલ એટલો ટાઈમ જ નથી કે હું મંદી વિશે વાત કરી શકું, કારણકે મારી પાસે ડાયમંડ નાં બહારના ઓર્ડર જ ગણા છે. અમેરિકા એ સૌથી મોટું લેબગ્રોન નું માર્કેટ છે ત્યાંથી મારી પાસે ઘણા ઓર્ડર હાલ છે અને તે ઓર્ડર પૂરો કરવાથી જ મને ટાઈમ નથી મળી રહ્યું એટલે કે હું નથી માનતો કે હીરા ઉદ્યોગમાં મંદીનો સમય છે.

ગ્રીનલેબમાં કામ કરતા રત્નકલાકાર કુરજીભાઈ મકવાણા એ કહ્યું કે હું છેલ્લા 30 વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરી રહ્યો છું મેં 25 વર્ષ નેચરલ હીરામાં કામ કર્યું અને છેલ્લા પાંચ વર્ષથી હું અહીં લેબગ્રોંન ડાયમંડમાં કામ કરી રહ્યો છું. હું જે 25 વર્ષમાં કમાયો તે હું આ પાંચ વર્ષમાં કમાઈ લીધું છે એક સમય હતો કે હું મહિનામાં 25,000 કમાતો હતો આજે હું બે લાખનું કામ કરી લઉં છું.

Comments

Related