ADVERTISEMENT

ADVERTISEMENT

હૈદરાબાદની યુવતીએ ચેનલના શોમાં મેથ્યુ બ્લેઝી માટે ઓપનિંગ કર્યું

ભાવિથા માંડવાને ગયા વર્ષે ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર બ્લેઝીએ જાતે સ્કાઉટ કરી હતી

ભાવિથા માંડવા / Bhavitha Mandava via Instagram

હૈદરાબાદની ૨૫ વર્ષીય યુવતી ભાવિથા માંડવાએ ૨ ડિસેમ્બરે ન્યૂયોર્ક સિટીમાં યોજાયેલા ચેનલના મેટિયર્સ ડી’આર્ટ ૨૦૨૬ શોમાં ક્રિએટિવ ડિરેક્ટર મેથ્યુ બ્લેઝી માટે ઓપનિંગ વોક કરીને ઇતિહાસ રચ્યો છે.

આ ખાસ શો ન્યૂયોર્કના બાઉરી સ્ટેશન ખાતે યોજાયો હતો. ભાવિથાનો આ પ્રથમ મોટો બ્રેક તેની ખોજની જગ્યા સાથે જોડાયેલો હોવાથી વધુ ખાસ બની ગયો. મોડલ્સ.કોમના જણાવ્યા અનુસાર, ભાવિથાને મેથ્યુ બ્લેઝીએ ગયા વર્ષે ન્યૂયોર્કના સબવે સ્ટેશન પરથી જ સ્કાઉટ કરી હતી અને સ્પ્રિંગ/સમર ૨૦૨૫ સીઝનના માત્ર બે અઠવાડિયા પહેલાં તેને મોડલિંગની દુનિયામાં લાવ્યા હતા.

શો દરમિયાન ભાવિથા જ્યારે બાઉરી સ્ટેશનની સીડીઓ પરથી નીચે ઉતરીને રનવે પર આવી ત્યારે તેના માતા-પિતા ભાવુક થઈને તાળીઓ પાડતા અને ચીયર કરતા જોવા મળ્યા હતા. ૩ ડિસેમ્બરે ભાવિથાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આંસુભરી આંખોએ ચીયર કરતા મમ્મી-પપ્પાનો વીડિયો શૅર કર્યો અને કેપ્શનમાં લખ્યું, “આ ક્ષણનું મહત્ત્વ શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. આભાર @chanelofficial અને @matthieu_blazy.”

ઉલ્લેખનીય છે કે હાઈ ફેશનની દુનિયામાં પ્રવેશતા પહેલાં ભાવિથાએ હૈદરાબાદની જવાહરલાલ નેહરુ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરની ડિગ્રી તેમજ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ડિઝાઇનની ડિગ્રી મેળવી છે.

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in