શિકાગોમાં સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રને ભાવભીની શ્રદ્ધાંજલિ / Jayanti Oza
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા તથા પદ્મભૂષણથી સન્માનિત ધર્મેન્દ્રજીનું ગત ૨૪ નવેમ્બરે ૮૯ વર્ષની વયે અવસાન થયું હતું. તેમની સ્મૃતિમાં શિકાગોની બીએસસી કારાઓકે તા. ૩૦ નવેમ્બરે એક ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમનું નામ “હી-મેન ઓફ બોલિવૂડ” રાખવામાં આવ્યું હતું અને તે શિકાગોના રાણા રીગન સેન્ટર ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ૨૦થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. બીએસસીના સભ્યોએ ધર્મેન્દ્રજીની ફિલ્મોના લોકપ્રિય ગીતો ગાઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
કાર્યક્રમમાં બીએસસીના સમિતિ સભ્યો તથા પત્રકાર જયંતીબેન ઓઝા અને રમેશભાઈ રૂપાણીએ ધર્મેન્દ્રજીના જીવન અને કારકિર્દી વિશે હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ પ્રવચન આપ્યું હતું. બીએસસીના પ્રમુખ હરિભાઈ પટેલ તથા ખજાનચી મદરસંગભાઈ ચાવડા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
લગભગ ૬૫ વર્ષની અભિનય કારકિર્દી દરમિયાન ધર્મેન્દ્રજીએ ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને હિન્દી સિનેમામાં સૌથી વધુ હિટ ફિલ્મો આપનાર અભિનેતા તરીકેનો રેકોર્ડ પણ તેમના નામે છે. ફૂલ ઔર પથ્થર, મેરા ગામ મેરા દેશ, સીતા ઔર ગીતા, આંખેં, ચુપકે ચુપકે અને શોલે જેવી અનેક યાદગાર ફિલ્મોથી તેમણે દર્શકોના દિલ જીત્યા હતા.
ધર્મેન્દ્રજીના નિધનથી ભલે દુઃખની લાગણી વ્યાપી હોય, પરંતુ તેમનો વારસો હંમેશા જીવંત રહેશે અને વિશ્વભરના ભારતીય સમુદાયને એકઠા કરીને આ મહાન કલાકારને યાદ કરવાનું કારણ બનતો રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login