ADVERTISEMENT

ADVERTISEMENT

ઉસ્તાદ ઝાકીર હુસૈનની વિદાય પર સુરતના સંગીતપ્રેમીઓએ તેમની સાથેની યાદો વાગોળી.

વર્ષ 2011માં નવેમ્બર મહિનામાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરોત્સવ નામક એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે તે સમયે સુરત મનપા કમિશનર અપર્ણા સેને ઝાકીર હુસેનજીની આગતા સ્વાગતા અને મેનેજમેન્ટની જવાબદારી મને સોંપી હતી.

સુરતના કલા પ્રેમીઓ અને જેમણે જાકીર હુસેનના સુરતના પ્રોગ્રામો ના સાક્ષી બન્યા હતા / Image Provided

પ્રખ્યાત તબલાવાદક પદ્મશ્રી,  પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ઉસ્તાદ ઝાકીર હુસૈનનું ગઈકાલે 73 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું હતું. ઉસ્તાદ ઝાકીર હુસૈનના નિધનથી સૌ કલાપ્રેમીઓ શોકમાં ગરકાવ થયા હતા. ત્યારે સુરતના કલા પ્રેમીઓ અને જેમણે જાકીર હુસેનના સુરતના પ્રોગ્રામો ના સાક્ષી બન્યા હતા તેવા લોકોએ તેમને સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. જેમાંના એક સુરતના સુનિલભાઈ મોદી અને બીજા એક સંગીતકાર સુનીલ રેવર છે.

સુરત એક એવું શહેર છે કે જ્યાં કોઈ પણ આવવાનું પસંદ કરે છે અને સુરત સાથેની તેમને યાદો જોડાયેલી હોય છે આવું જ કંઈક પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મશ્રી ઝાકીર હુસેનજીનું પણ છે. જાકીર હુસેનજીની સુરતની મુલાકાતો માની સૌથી બે મહત્વની મુલાકાતો સુરત મહાનગરપાલિકાના કાર્યક્રમ સાથે જોડાયેલી છે. 2011 ના નવેમ્બર મહિનામાં સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવાગેટ ચોપાટી ખાતે સુરોત્સવ નામક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રસિદ્ધ તબલાવાદક ઝાકીર હુસેન જીએ વાંસળીવાદક હરિપ્રસાદ ચોરસિયાજી સાથે જુગલબંધી કરી હતી.

આ સમયે જેમને કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી હતી તેવા સુનિલભાઈ મોદીએ તેમની સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે વર્ષ 2011માં નવેમ્બર મહિનામાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરોત્સવ નામક એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે તે સમયે સુરત મનપા કમિશનર અપર્ણા સેને ઝાકીર હુસેનજીની આગતા સ્વાગતા અને મેનેજમેન્ટની જવાબદારી મને સોંપી હતી. જાગીર હુસેનજીને સુરતનું ઊંધિયું ખૂબ જ ભાવતું હતું,જ્યારે પ્રોગ્રામ દરમિયાન મને મળ્યા તેમણે મને કહ્યું કે સુનિલભાઈ મને ઊંધિયું ખાવું છે, ત્યારે મેં તેમને કહ્યું કે પ્રોગ્રામ પતે એટલે તમે મારા ઘરે આવો, આપણે ત્યાં ઊંધિયું ખાઈશું અને પ્રોગ્રામ બાદ તેઓ મારા ઘરે આવ્યા હતા અને મારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે ખૂબ જ સરળતાથી મળ્યા હતા અને બે કલાકનો સમય પસાર કર્યો હતો અને પરિવાર સાથે ઊંધિયું ખાધું હતું. ઝાકીર હુસેન જે ખૂબ જ સહજ અને સરળ સ્વભાવના હતા તેઓ આટલા મોટા કલાકાર હોવા છતાં પણ સહજ હતા. અત્યારે થોડું પણ આવડતું હોય તો લોકો પોતાને ખૂબ જ મોટા કલાકાર સમજવા માંડે છે,પરંતુ ઝાકીર હુસેન જી જોડે આવું નહિ હતું.

બીજી તરફ સુરતના સંગીતકાર સુનિલ રેવર કે જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમ સહિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા પ્લસ કાર્યક્રમમાં પણ તેઓ જાકીર હુસેનને મળ્યા હતા. તેમની સાથે ની મુલાકાત અંગે સુનિલભાઈએ કહ્યું કે હું બે વાર તેમને મળ્યો છું અને ઘણી વખત સંગીતને લઈને અમારે ચર્ચાઓ થઈ. એમના જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ આજીવન મેં જોયું નથી સંગીતકાર  નાં પણ એક ઓરા હોય છે અને એમનો ઓરા  ખૂબ જ પાવરફુલ હતો જેનાથી નામાંકિત કલાકારો પણ પ્રભાવિત હતા. તેમની પ્રેઝન્ટેશન સ્ટાઇલ આખી દુનિયા થી અલગ હતી.

Comments

Related