ADVERTISEMENT

ADVERTISEMENT

સુરતની ખટોદરા પોલીસે દિવાળીની અનોખી ઉજવણી કરી.

ગરીબ બાળકો સાથે દિવાળીની ઉજવણી / Ritu Darbar

દિવાળી એ રોશની નો પર્વ છે.સૌ કોઈ આ પર્વ ની ધામધૂમપર્વક ઉજવણી કરતા હોય છે.ત્યારે ગરીબ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર માં રહેતા બાળકો માટે આ રોશની નો પર્વ એક સ્વપ્ન સમાન હોય છે.પરંતુ તેમના આ સ્વપ્ન ને ખટોદરા પોલીસ સ્ટેશન નાં પી.આઇ અને તેમના સ્ટાફે પૂર્ણ કર્યું છે.આ પરિવાર નાં બાળકો ને ખટોદરા પોલીસ દ્વારા નવા કપડાં,મીઠાઈ અને ફટાકડા લઈ આપી ભોજન કરાવી દિવાળી નું પ્રી સેલિબ્રેશન કર્યું હતું.

દિવાળીના તહેવારમાં દરેક વ્યક્તિ નવા કપડાં ફટાકડા વગેરેની ખરીદી કરતા હોય છે પરંતુ ગરીબ અને મજૂર વર્ગના બાળકો માટે આ તહેવાર સ્વપ્ન સમાન હોય છે. કારણ કે તેમના માતા-પિતા પ્રતિદિનના રોજગાર પર જતા હોય છે તેમના માટે આવા તહેવારો પાછળ ખર્ચ કરવો ખૂબ જ અઘરો હોય છે ,આવા પરિવારોમાં ખુશી ફેલાવવાનું કામ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના સ્ટાફ ગરીબ બાળકોને કપડાની ખરીદી કરાવી રહ્યા છે સાથે તેઓ સાથે દિવાળીના ફટાકડા ફોડીને દિવાળી સેલિબ્રેશન કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયોને જોઈને લોકો પોલીસની કામગીરીના ખૂબ વખાણ કરી રહ્યા છે આ અંગે ખરોડા પોલીસ સ્ટેશનના પી.આઈ બી.આર.રબારીને કહ્યું કે અમને પોલીસ કમિશનર શ્રી એ કહ્યું હતું કે સુરત શહેરના તમારા જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના આવા ગરીબ અને મજૂરોના બાળકો ને દિવાળીમાં તેઓના ચહેરા પર ખુશી આવે તેવું કાર્ય કરવું અને તેને લઈને જ અમે અમારા વિસ્તારમાં અલથાણ અને ખટોદરા જીઆઇડીસીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં 100 કરતાં વધુ બાળકોને કપડા મીઠાઈ અને દિવાળીના ફટાકડા આપ્યા હતા. આ બાળકોને અમે ખરીદી માટે દુકાનોમાં લઈ ગયા હતા, કારણ કે ત્યાંથી તેઓના માપ અનુસાર કપડાં તેઓ પસંદ કરી શકે છે ત્યારબાદ બાળકોને મીઠાઈ ફટાકડા આપી પોલીસ સ્ટેશન ખાતે જમાડી અને દિવાળીનું સેલિબ્રેશન પણ કર્યું હતું.

Comments

Related