ADVERTISEMENT

ADVERTISEMENT

ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના ઉબર ડ્રાઇવરને નાબાલિગના બળાત્કાર બદલ સાત વર્ષની જેલ

૩૭ વર્ષીય સતવિન્દર સિંહને હેમિલ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાત વર્ષ અને બે મહિનાની સજા ફટકારી

પ્રતીકાત્મક તસ્વીર / Pexels

ન્યુઝીલેન્ડના હેમિલ્ટનમાં ભારતીય મૂળના ૩૭ વર્ષીય ઉબર ડ્રાઇવર સતવિન્દર સિંહને નાબાલિગ પેસેન્જરના બળાત્કારના ગુનામાં સાત વર્ષ અને બે મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે.

ફેબ્રુઆરી ૨૦૨૩માં બનેલી આ ઘટનામાં ૧૭ વર્ષીય પીડિતા હેમિલ્ટનના વાઇકાટો નદી પાર કરીને માત્ર ૭ કિલોમીટરની મુસાફરી માટે સતવિન્દર સિંહની કેબ બુક કરી હતી. પરંતુ આરોપીએ જીપીએસ બંધ કરી દીધું અને ગાડીને એકાંત વિસ્તારમાં લઈ જઈને પીડિતાનો બળાત્કાર કર્યો હતો.

ઘટના બાદ પીડિતાને તેના મિત્રોના ઘરે મૂકી દેવામાં આવી હતી, જ્યાંથી તેણે તુરંત પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધાવી હતી.

હેમિલ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ટિની ક્લાર્કે આરોપીને ત્રણ અલગ-અલગ અશ્લીલ હુમલાના તથા એક બળાત્કારના આરોપમાં દોષિત ઠેરવ્યો હતો. આજે કોર્ટે તેને સાત વર્ષ અને બે મહિનાની જેલની સજા સાથે દંડ પણ ફટકાર્યો છે.

Comments

Related