ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતીય મૂળના કિશોર આર્વિડ લિન્ડબ્લાડની ફોર્મ્યુલા-૧માં ધમાકેદાર એન્ટ્રી

લિન્ડબ્લાડની માતા અનિતા અહુજા ભારતીય મૂળનાં છે, જેમનો જન્મ બ્રિટનમાં થયો હતો અને તેઓ ભારતીય વંશજો છે.

આર્વિડ લિન્ડબ્લાડ / Arvid Lindblad via Instagram

ભારતીય મૂળ ધરાવતા ૧૮ વર્ષીય બ્રિટિશ-સ્વીડિશ ડ્રાઇવર આર્વિડ લિન્ડબ્લાડને રેડ બુલે ૨૦૨૬ની ફોર્મ્યુલા-૧ સીઝન માટે પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. ૨વેમ્બરની ૨ તારીખે કરવામાં આવેલી આ જાહેરાત સાથે આર્વિડ આવતા વર્ષે એફ-૧માં પદાર્પણ કરશે અને આ સિઝનના ગ્રીડ પરનો એકમાત્ર રૂકી ડ્રાઇવર હશે.

આર્વિડ પોતાનું નામ ‘અરવિંદ’ જેવું લાગે છે તેવી વાતને ‘ખુશખુશાલ સંયોગ’ ગણાવે છે. તે બ્રિટિશ નાગરિક છે અને તેની માતા અનિતા અહુજા ભારતીય મૂળનાં માતા-પિતાના ઘરે ઇંગ્લેન્ડમાં જન્મેલાં છે.

આર્વિડની સફર અત્યંત ઝડપી અને ચમકદાર રહી છે. ૨૦૧૫માં કાર્ટિંગથી કારકિર્દીની શરૂઆત કરનાર આર્વિડે ૨૦૨૧માં રેડ બુલ જુનિયર ટીમમાં પ્રવેશ મેળવ્યો હતો અને ૨૦૨૨માં ઇટાલિયન ફોર્મ્યુલા-૪ ચેમ્પિયનશિપમાં ઝંપલાવ્યું હતું.

કાર્ટિંગમાં તેણે WSK સુપર માસ્ટર સિરીઝ OKJ તેમજ સિનિયર OK કેટેગરીમાં WSK યુરો સિરીઝ અને WSK ફાઇનલ કપ જેવા મોટા ટાઇટલ જીત્યા હતા. ૨૦૨૨માં ઇટાલિયન એફ-૪માં પદાર્પણ કર્યા બાદ ૨૦૨૩માં પ્રેમા રેસિંગ સાથે જોડાઈ ત્રીજા ક્રમે રહ્યો હતો અને પ્રથમ યુરો-૪ સિરીઝમાં ચોથો સ્થાન મેળવ્યું હતું. તે જ વર્ષે મકાઉ એફ-૪ વર્લ્ડ કપમાં જબરદસ્ત વિજય મેળવ્યો હતો.

૨૦૨૪માં એફઆઈએ ફોર્મ્યુલા-૩માં એક જ સિઝનમાં ચાર વિજય સાથે ચોથું સ્થાન મેળવનાર આર્વિડ ૨૦૨૫માં કેમ્પોસ રેસિંગ સાથે એફઆઈએ ફોર્મ્યુલા-૨માં આવ્યો હતો. હાલ તે એફ-૨ના પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે.

૨૦૨૬માં આર્વિડ લિન્ડબ્લાડ રેડ બુલની બહેન ટીમ રેસિંગ બુલ્સ (પહેલાં VCARB તરીકે ઓળખાતી)માં લિયામ લૉસનની સાથે જોડાશે અને તેનો કાર નંબર ૪૧ હશે.

ભારતીય મૂળના આ યુવા પ્રતિભાશાલી ડ્રાઇવરના એફ-૧માં પદાર્પણથી વિશ્વભરના ભારતીય મોટરસ્પોર્ટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video