ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતીય ક્રિએટરે ટાઈમ્સ સ્ક્વેરના ખાડા અને પાણીના ખાબોચિયાંની સમસ્યા પોલ ખોલી

ડિજિટલ ક્રિએટર ગૌરવ મિશ્રાએ વીડિયોના અંતે ટેક્સ્ટ ઓવરલે દ્વારા સંદેશ આપ્યો હતો કે, "સૌથી શ્રેષ્ઠ શહેરમાં પણ કેટલીક ખામીઓ હોય છે."

વિડિયોનો સ્ક્રીનશોટ / Gaurav Mishra via Instagram

ન્યૂયોર્કમાં રહેતા ભારતીય મૂળના ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર ગૌરવ મિશ્રાએ ટાઈમ્સ સ્ક્વેર વિસ્તારની ચમકદમક વચ્ચે રસ્તા પર ભરાયેલા પાણીના ખાબોચિયાં અને ખરાબ રોડની હકીકત દેખાડતો વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ગૌરવ મિશ્રાએ મેનહટ્ટનની ૪૨મી સ્ટ્રીટ પરથી શૂટ કરેલા આ વીડિયોમાં હિન્દીમાં સમજાવતાં કહ્યું કે, “ન્યૂયોર્કમાં પણ રસ્તા પર્ફેક્ટ નથી. ખૂણે-ખાંચરે પાણી ભરાઈ જાય છે અને રસ્તાની હાલત પણ બહુ સારી નથી.”

ઝળહળતા બિલબોર્ડ્સ અને લોકોની ભાગદોડ વચ્ચે રસ્તા પરના ખાડા અને પાણીના ખાબોચિયાં બતાવીને તેમણે વિશ્વના કોઈપણ મોટા શહેરની વાસ્તવિકતા દર્શાવી છે કે ગમે તેટલું ધનિક કે પ્રખ્યાત શહેર હોય, ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યા તો હોય જ છે.

વીડિયોના અંતે ટેક્સ્ટ ઓવરલેમાં લખ્યું છે: “સૌથી સારા શહેરમાં પણ કેટલીક ખામીઓ તો હોય જ છે.”

Comments

Related