યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ / REUTERS/Umit Bektas
અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી સચિવ ક્રિસ્ટી નોમે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક બાદ “જે તમામ દેશો આપણા દેશમાં હત્યારાઓ, પરોપજીવીઓ અને અધિકારોનો દાવો કરનારાઓનો પૂર લાવી રહ્યા છે” તે બધા દેશો પર સંપૂર્ણ પ્રવાસ પ્રતિબંધ લાવવાની ભલામણ કરી છે.
આ નિવેદન ૨૭ નવેમ્બરે વ્હાઇટ હાઉસની નજીક થયેલા ગોળીબારમાં એક નેશનલ ગાર્ડ સૈનિકનું મોત નીપજ્યું હતું અને બીજા એક ગંભીર રીતે ઘાયલ થયા હતા. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર આ હુમલો અફઘાન નાગરિક રહમાનુલ્લાહ લકનવાલે અંજામ આપ્યો હતો.
નોમે પોતાના ‘X’ એકાઉન્ટ પર લખ્યું કે, “હમણાં જ મેં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. હું એ તમામ દેશો પર સંપૂર્ણ પ્રવાસ પ્રતિબંધની ભલામણ કરું છું જે આપણા દેશમાં હત્યારાઓ, પરોપજીવીઓ અને અધિકારોની માંગ કરનારાઓનો પૂર લાવી રહ્યા છે.”
તેમણે વધુમાં લખ્યું, “આપણા પૂર્વજોએ લોહી-પરસેવો રેડીને અને સ્વતંત્રતાના અતૂટ પ્રેમથી આ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું – વિદેશી આક્રમણકારીઓ માટે નહીં કે તેઓ આપણા હીરોની હત્યા કરે, આપણી મેળવેલી કમાણી અને કરદાતાઓના પૈસા લૂંટે કે અમેરિકનોને મળવા પાત્ર લાભો છીનવી લે.”
અંતમાં તેમણે લખ્યું, “આપણને તેઓ જોઈતા નથી. એક પણ નહીં.”
નોમનો આ વલણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની તમામ ‘ત્રીજા વિશ્વના દેશો’માંથી સ્થળાંતરને અમેરિકી વ્યવસ્થા સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થાય ત્યાં સુધી કાયમ માટે રોકી દેવાની અપીલ સાથે સમાંતર છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી છે કે તેઓ બિન-નાગરિકોને મળતી તમામ ફેડરલ સુવિધાઓ અને સબસિડીઓ બંધ કરશે. તેમણે વચન આપ્યું છે કે “દેશની શાંતિ ખોરવનારા સ્થળાંતરિતોની નાગરિકતા રદ કરવામાં આવશે અને જે કોઈ વિદેશી નાગરિક જાહેર બોજો, સુરક્ષા જોખમ કે પશ્ચિમી સંસ્કૃતિ સાથે અસંગત હશે તેને દેશનિકાલ કરવામાં આવશે.”
જોકે સંયુક્ત રાષ્ટ્રસંઘે ટ્રમ્પ વહીવટીતંત્રને આવા નિર્ણયો ન લેવા અપીલ કરી છે અને વોશિંગ્ટનને આશ્રય માંગનારાઓને દેશમાં પ્રવેશ આપવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login