ADVERTISEMENTs

ગોબિંદ મુંજાલની AIAના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરી વરણી કરાઈ

અધ્યક્ષ મુંજાલે યુવાનો અને વૃદ્ધો માટેના કાર્યક્રમો સહિત ભારતીય અમેરિકન સમુદાયની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પહેલની જાહેરાત કરી હતી.

એક કાર્યક્રમ દરમ્યાન ચક શ્યુમરને બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. / aianational.org/news-media/

એસોસિએશન ઑફ ઈન્ડિયન્સ ઇન અમેરિકા (AIA) એ તાજેતરમાં ગોવિંદ મુંજાલને તેમની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની સાથે સાથે (AIA) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બીજા કાર્યકાળ માટે ફરી જવાબદારી સોંપી હતી. 

આ કાર્યક્રમમાં કોન્સ્યુલ જનરલ બિનયા એસ. પ્રધાન અને એઆઈએના સ્થાપક સભ્યો, ટ્રસ્ટી મંડળ, એઆઈએના ભૂતકાળના રાષ્ટ્રીય પ્રમુખો, ચેપ્ટર પ્રમુખો, સમુદાયના નેતાઓ, એઆઈએના સભ્યો, મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના પ્રારંભિક વક્તવ્યમાં, કોન્સ્યુલ જનરલ બિનયા એસ. પ્રધાને સમુદાય માટે એઆઈએની 56 વર્ષની સેવાની પ્રશંસા કરી હતી અને વધુ સહયોગ માટે કેટલાક સૂચનો આપ્યા હતા. ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે.

પ્રેક્ષકોને સંબોધતા, અધ્યક્ષ મુંજાલે તેમના પ્રથમ કાર્યકાળની સિદ્ધિઓ પર વાત કરી હતી અને આગામી બે વર્ષ માટે તેમના વિઝનની રૂપરેખા આપી. તેમણે સંગઠનની અંદર એકતા પર ભાર મૂક્યો અને ભારતીય અને અમેરિકન બંને સમુદાયોની સેવા માટે AIA ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

"અમે અહીં સમુદાયની જરૂરિયાતો પૂરી કરવા માટે છીએ. જે રીતે આપણે આપણા વતન ભારતના લોકોને મદદ કરવાનું અને સેવા આપવાનું કાર્ય કરીયે છીએ, તેજ રીતે આપણે આપણી કર્મભૂમિ અમેરિકાના લોકો માટે પણ પ્રતિજ્ઞાબદ્ધ રેહવું જોઈએ. અને તે રીતે કામ કરવું જોઈએ."

અધ્યક્ષ મુંજાલે યુવાનો અને વૃદ્ધો માટેના કાર્યક્રમો સહિત ભારતીય અમેરિકન સમુદાયની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પહેલની જાહેરાત કરી હતી. વધુમાં, તેમણે ભારતીય નાગરિકો માટે ગ્રીન કાર્ડ અને H1B વિઝા મેળવવામાં થતા વિલંબને ઘટાડવાના લક્ષ્ય સાથે ઇમિગ્રેશન સુધારાની હિમાયત કરવાના પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. મુંજાલએ આ પ્રયાસમાં ગોપીયો ઇન્ટરનેશનલ અને અન્ય સંસ્થાઓ સાથે AIA ના સહયોગ પર પ્રકાશ પાડ્યો.

કોન્સ્યુલ જનરલ બિનયા એસ. પ્રધાન દ્વારા આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં ઉપાધ્યક્ષ ઉમા સ્વામીનાથન, સુષમા કોટાહવાલા, ડૉ. યશપાલ આર્ય, સંતોષ પાંડે, સચિવ ગુંજન રસ્તોગી, ખજાનચી ગોવિંદ બાથીજા અને વિવિધ રાજ્યોના સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા.

1967માં સ્થપાયેલી એસોસિએશન ઑફ ઈન્ડિયન્સ ઇન અમેરિકા (AIA)એ યુનાઇટેડ સ્ટેટ્સમાં એશિયન ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતી સૌથી જૂની બિન-નફાકારક સંસ્થા છે. તેના પાયાના સ્તરે હાજરી અને વૈવિધ્યસભર સભ્યપદ સાથે, AIA ભારતીય વારસાને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રવ્યાપી અમેરિકન પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

Comments

Related