ADVERTISEMENT

ADVERTISEMENT

જી-7 દેશોએ ટ્રાન્સનેશનલ ક્રાઇમના વધતા કેસો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

ટ્રાન્સનેશનલ અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સંયુક્ત કાર્યવાહી મજબૂત કરવા જી-7 દેશો પ્રતિબદ્ધ

G7 લીડર્સ / Council of Foreign Relations

જી-7 દેશોના આંતરિક બાબતો તથા સુરક્ષા મંત્રીઓની ત્રિદિવસીય બેઠક ઓટાવામાં યોજાઈ હતી. આ બેઠકમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, બ્રિટન અને અમેરિકાના મંત્રીઓએ વૈશ્વિક સુરક્ષા માટેના જટિલ પડકારો, નાગરિકોની સલામતી અને દેશોની સાર્વભૌમત્વ સુરક્ષા માટે સંયુક્ત પ્રતિબદ્ધતા પર ચર્ચા કરી હતી.

કેનેડાના પબ્લિક સેફ્ટી મંત્રી ગેરી અનંદસંગરીએ આ બેઠકનું આયોજન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે આલ્બર્ટાના કનાનાસ્કિસમાં યોજાયેલી જી-7 લીડર્સ સમિટની પ્રતિબદ્ધતાઓને આગળ વધારતાં ટ્રાન્સનેશનલ અને સંગઠિત ગુનાઓ સામે સંયુક્ત કાર્યવાહીને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

બેઠકમાં મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ રહ્યા:
- ગેરકાયદે સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન અને વિતરણને રોકવા સહકાર વધારવો
- માઇગ્રન્ટ સ્મગલિંગને અટકાવવું
- સાયબર ક્રાઇમ અને માલિશિયસ સાયબર પ્રવૃત્તિઓ સામે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો
- ઓનલાઇન આતંકવાદી અને હિંસક ઉગ્રવાદી કન્ટેન્ટને રોકવું, ખાસ કરીને યુવા રેડિકલાઇઝેશનનો મુદ્દો
- વિદેશી રાજ્યો કે તેમના પ્રોક્સી દ્વારા થતા ટ્રાન્સનેશનલ રિપ્રેશનને ઓળખવા અને તેનો સામનો કરવા સંયુક્ત વ્યૂહરચના
- બાળ યૌન શોષણ, ખાસ કરીને ઓનલાઇન સ્પેસમાં બાળકોનું રક્ષણ કરવા વૈશ્વિક સ્તરે ફેરફારો લાવવા

ત્રણ દિવસની ચર્ચા બાદ મંત્રીઓએ સંયુક્ત નિવેદન (કોમ્યુનિકે) જાહેર કર્યું, જેમાં આ તમામ જટિલ અને એકબીજા સાથે જોડાયેલા મુદ્દાઓને પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

મંત્રી ગેરી અનંદસંગરીએ જી-7 સાથી દેશોના પોતાના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી, જેમાં પ્રાથમિકતાઓ અને મિત્ર દેશો સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ.

બેઠકના અંતે મંત્રી અનંદસંગરીએ કહ્યું, “દરેક સરકારનું મૂળભૂત કર્તવ્ય છે કે પોતાના નાગરિકોને સુરક્ષિત રાખે. ઓટાવામાં જી-7 સુરક્ષા મંત્રીઓની બેઠક એક ઠોસ ઉદાહરણ છે કે આપણે સંગઠિત ગુનાઓ, ટ્રાન્સનેશનલ રિપ્રેશન, આતંકવાદ અને હિંસક ઉગ્રવાદ સામે આંતરરાષ્ટ્રીય ભાગીદારો તરીકે કેવી રીતે એકસાથે લડીએ છીએ. જ્યારે આપણે વિશ્વસનીય ભાગીદારો સાથે મળીને કામ કરીએ ત્યારે કેનેડા વધુ મજબૂત અને સુરક્ષિત બને છે.”

આ વર્ષે કેનેડા જી-7ની અધ્યક્ષતા ધરાવે છે અને તેના ભાગરૂપે વર્ષભરમાં અનેક મંત્રીસ્તરીય બેઠકોનું આયોજન કરી રહ્યું છે. ૨૦૨૫માં જી-7ની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ૧૯૭૫માં ફ્રાન્સે પ્રથમ બેઠકનું આયોજન કર્યું ત્યારથી જી-7 વૈશ્વિક શાંતિ, આર્થિક સમૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video