ADVERTISEMENT

ADVERTISEMENT

‘કાસ્ટ રશ’ ડોક્યુમેન્ટરીના પ્રદર્શન સાથે CoHNA કેનેડાના યુવા જૂથનું લોન્ચિંગ થયું

ફિલ્મના પ્રદર્શન બાદ ડિરેક્ટર સાથે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું

A glimpse from the movie's showing / CoHNA Canada via X

કોએલિશન ઑફ હિન્દુઝ ઑફ નોર્થ અમેરિકા-કેનેડા (CoHNA Canada)એ પોતાના યુવા હિમાયત જૂથ ‘સિયાન’ (CYAN - CoHNA Youth Action Network)નું ઔપચારિક લોન્ચિંગ મોન્ટ્રિયલની સનાક લાઇબ્રેરીમાં નિખિલ સિંઘ દિગ્દર્શિત ડોક્યુમેન્ટરી ‘ધ કાસ્ટ રશ’ના વિશેષ પ્રદર્શન સાથે કર્યું હતું.

આ એક કલાક લાંબી ડોક્યુમેન્ટરીમાં ભારતભરના ધાર્મિક સ્થળોએ દલિત તેમજ બિન-બ્રાહ્મણ સમુદાયોને આવતા અવરોધોની તપાસ કરવામાં આવી છે. નિખિલ સિંઘ અને તેમની ટીમે દેશભરમાં પ્રવાસ કરીને સ્થાનિક લોકો, વિદ્વાનો તેમજ મંદિર અધિકારીઓના પ્રત્યક્ષ અનુભવો અને મંતવ્યો એકઠા કર્યા છે.

ફિલ્મમાં મુખ્ય પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે શું દલિતોને મંદિરોમાં પ્રવેશથી વંચિત રાખવામાં આવે છે? બિન-બ્રાહ્મણો માટે પુજારીપદુ શું ખરેખર બંધ છે? આ બધા મુદ્દાઓ પર વાસ્તવિક ચર્ચા અને પુરાવા રજૂ કરીને આજના ભારતમાં જાતિ અને ધર્મ વચ્ચેના સંબંધને સંતુલિત રીતે રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે.

પ્રદર્શન બાદ ડોક્યુમેન્ટરીના દિગ્દર્શક નિખિલ સિંઘ સાથે વર્ચ્યુઅલ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં યુવાઓએ ખૂબ રસ લીધો.

સિયાન કેનેડાના ડિરેક્ટર અભિનવ પાંડેયે જણાવ્યું કે, “આ ફિલ્મ અમારા માટે ખરેખર આંખ ખોલનારી સાબિત થઈ. હિન્દુ મંદિરોની પરંપરાઓ પશ્ચિમી શૈક્ષણિક જગત તેમજ ભારતીય મીડિયામાં જે ખોટા ચિત્રણો રજૂ થાય છે, તેના કરતાં ઘણી વધુ વૈવિધ્યસભર અને સમાવેશી છે.”

તેમણે વધુમાં કહ્યું, “કેનેડામાં હિન્દુઓને ખોટી રીતે રજૂ કરવા ‘જાતિ’નો મુદ્દો હથિયાર તરીકે વધુને વધુ વાપરવામાં આવી રહ્યો છે. આવા સમયે અમારા યુવાનો માટે આ વાસ્તવિકતા સમાંથી સમજવું અત્યંત જરૂરી છે.”

Comments

Related