ADVERTISEMENT

ADVERTISEMENT

યુકેમાં ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા

પીડિત વિજય કુમાર શેઓરણ હરિયાણાના ચરખી દાદરીના રહેવાસી હતા

વિજય કુમાર શેઓરણ / Sunil Satpal Sangwan via X

યુકેના વોર્સેસ્ટર શહેરમાં ૨૫ નવેમ્બરના રોજ ૩૦ વર્ષીય ભારતીય નાગરિક વિજય કુમાર શેઓરણની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. વિજય કુમાર હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના જગરામબાસ ગામના રહેવાસી અને યુકેમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થી હતા.

પોલીસને બાર્બોર્ન રોડ પર તેમને ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.

યુકે પોલીસે હજુ સુધી પીડિતની ઓળખની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ ચરખી દાદરીના ધારાસભ્ય સુનીલ સતપાલ સાંગવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીડિતની ઓળખ વિજય કુમાર શેઓરણ તરીકે જાહેર કરી છે અને ઘટનાની પારદર્શક, ન્યાયી તેમજ સમયબદ્ધ તપાસની માંગ કરી છે.

બર્મિંગહામસ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે તેઓ પરિવાર તેમજ યુકે અધિકારીઓના સંપર્કમાં છે તથા મૃતદેહને ભારત પરત લાવવામાં તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવશે.

વેસ્ટ મર્સિયા પોલીસે જણાવ્યું કે, “હત્યાના આરોપમાં પાંચ પુરુષોની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ હોવાથી તેઓ હાલ જામીન પર છે.”

ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર લી હોલહાઉસે કહ્યું કે, “અમારી સંવેદના મૃતકના પરિવારજનો અને મિત્રો સાથે છે. છેલ્લા કેટલાક દિવસથી અમારી ટીમ સઘન તપાસ કરી રહી છે કે મંગળવારે સવારે બનેલી આ ઘટના પાછળનું કારણ શું હતું.”

પોલીસે લોકોને અપીલ કરી છે કે જેમની પાસે આ હુમલા અંગે કોઈ માહિતી હોય તે આગળ આવે અને તપાસમાં સહયોગ આપે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video