ADVERTISEMENT

ADVERTISEMENT

કારના પાર્ટ્સની આડમાં કોકેનની દાણચોરી

પંખા બાદ હવે કારના પાર્ટ્સમાં કોકેનની દાણચોરી

 પ્રતીકાત્મક તસ્વીર પ્રતીકાત્મક તસ્વીર / Canva

દાણચોરી કરવાની રીતો અને સાધનોની કોઈ કમી નથી. તાજેતરમાં કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીએ પંખાના કન્સાઈનમેન્ટની તપાસ કરીને મોટા પાયે સિગારેટની દાણચોરી ઝડપી પાડી હતી.

હવે કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)એ બ્રિટિશ કોલંબિયાના વાનકુવરમાં કોકેન અને મેથામ્ફેટામીનની મોટી જપ્તીની જાહેરાત કરી છે.

૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વાનકુવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CBSAના બોર્ડર સર્વિસીસ ઓફિસર્સે કુલ ૫૬૦ કિલોગ્રામ નશીલા પદાર્થોને અટકાવ્યા હતા.

કુલ મળીને બોર્ડર ઓફિસર્સે ૩૦૦ કોમ્પ્રેસ્ડ પાવડર ઈંટોમાંથી ૩૧૯ કિલોગ્રામ કોકેન અને ૧૧૦ વેક્યુમ-સીલ્ડ પેકેટ્સમાંથી ૨૪૧ કિલોગ્રામ મેથામ્ફેટામીન મળીને જપ્ત કર્યા હતા.

આ ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા માટેના કાર પાર્ટ્સના શિપમેન્ટમાં છુપાવવામાં આવ્યા હતા, જેને RCMPને સોંપવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.

આ વાનકુવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નિકાસ માટેની CBSAની સૌથી મોટી નાર્કોટિક્સ જપ્તીઓમાંની એક છે.

તાજેતરમાં કેનેડામાં કે બહાર દાણચોરી કરાતા વસ્તુઓ, ખાસ કરીને કોકેનની શોધમાં મોટો વધારો થયો છે.

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?