PM મોદીના જન્મદિવસે વિશાળ પોટ્રેટ થી અનોખી ઉજવણી
September 2025 2 views 01 min 34 secસુરતના ટેક્સટાઇલ વેપારી પ્રવીણ ગુપ્તાએ પીએમ મોદીના જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. કાપડ પર પ્રધાનમંત્રીનું વિશાળ પોર્ટ્રેટ અને એક વિશાળ તિરંગો તૈયાર કર્યો છે. આ અનોખી પહેલ પાછળનો હેતુ દેશભક્તિ અને કલાનું અદભુત સંયોજન દર્શાવવાનો હતો. પ્રવીણ ગુપ્તા અને તેમની ટીમે સતત 15 દિવસની મહેનત અને 20 કારીગરોની મદદથી આ ભવ્ય કૃતિઓ તૈયાર કરી છે. આ કારીગરોએ દિવસ-રાત કામ કરીને આ પ્રોજેક્ટને સાકાર કર્યો છે. પીએમ મોદીનું પોર્ટ્રેટ 105 x 90 ફૂટ (35 x 30 મીટર) ના કાપડ પર બનાવવામાં આવ્યું છે, જે દેશનું સૌથી મોટું પોર્ટ્રેટ ગણાય છે. આ બંને કલાકૃતિઓ તેમના કદ અને બનાવટ માટે અજોડ છે. આ વિશાળ તિરંગો ખાસ કરીને ભારતીય મહિલા વર્લ્ડ કપની ટીમને અર્પણ કરવામાં આવશે.