માધવપુર ખાતે યોજાનાર મેળાને અનુલક્ષીને સુરતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ
April 2025 85 views 01 min 39 secપોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તા.૬ થી ૧૦ એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરોને જોવા, જાણવા અને માણવાની તક મળશે, ત્યારે સુરતવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય એ માટે સુરતના ઈન્ડોર સ્ટેડિયમ-અઠવાલાઈન્સ ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યોના ૨૦૦ તથા ગુજરાતના ૨૦૦ કલાકારોએ એક એકથી ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.