સુરતમાં કૂતરું પાળવા માટે પાડોશીની બાંહેધરી જરૂરી બની.
July 2025 12 views 02 min 07 secસુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી ચેરમેન અને 10 પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત કરાયા છે. અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાઇસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે. બીજી બાજુ માર્કેટ વિભાગ દ્વારા શહેરમાં 1000થી વધુ પાલતુ શ્વાન માલિકોને નોટિસો ફટકારવામાં આવી છે. નોટિસ અનાદર બદલ શ્વાન માલિકને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં જજ દ્વારા નિર્ણય લેવામાં આવશે.
- Tags:
- Surat
- Gujarat
- Dog
- Pet Dogs
- Gujarati News
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video