સહકારી મંડળીએ વડાપ્રધાન મોદીને ૮ લાખ પોસ્ટકાર્ડ લખ્યા. જાણો કેમ.
October 2025 2 views 01 min 23 secવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારિતાના વિઝનને આગળ ધપાવતા ૬૦ જેટલા કલ્યાણકારી પગલાઓ લીધા છે. જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ-ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે. જિલ્લાના સહકારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, સભાસદો, નાના વેપારીઓ, ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે, ત્યારે વડાપ્રધાનશ્રી દ્વારા લેવાયેલા આ દૃઢ નિર્ણયોથી ખુશ સુરતના પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદો વડાપ્રધાનશ્રીને ૮ લાખ પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યકત કરશે. માંગરોળ તાલુકાના ગીજરમ ગામે ગીજરમ દૂધ મંડળીના ૨૭૧ સભાસદો તથા ગીજરમ સેવા મંડળીના ૨૦૦ સભાસદોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ લખ્યા હતા.