ગોબરમાંથી બનતું બાયોગેસ ઇંધણ, ગરીબ પરિવારો માટે આશાનું કિરણ
October 2025 2 views 02 min 38 secગ્રામ્ય વિસ્તારોમાં ‘સ્વચ્છ ઇંધણથી સ્વચ્છ પર્યાવરણ’ને તેમજ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સહિત દેશભરમાં ગોબર-ધન યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં કચરામાંથી કંચન એટલે કે ઢોરના છાણ, કૃષિ-અવશેષ અને અન્ય કાર્બનિક કચરાનું બાયોગેસમાં રૂપાંતર કરવામાં આવે છે. જેનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે કરવામાં આવે છે.