ADVERTISEMENTs

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈડેમ છલોછલ, સપાટી 336.44 પોહચી.

મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમ નું પાણી તાપી નદી મારફતે ઉકાઈ ડેમમાં આવે છે

ઉકાઈ ડેમ (ફાઈલ ફોટો) / @CMOGujarat

ઉકાઈ ડેમના ઉપરવાસ ભારે વરસાદ થી પાણી સતત આવક થઈ રહી છે. આજે બપોર સુધી ઉકાઈ ડેમની સપાટી  336.44 ફૂટ પર પહોંચી હતી.જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક:  2,47,363 ક્યુસેક પાણી આવક નોંધાઈ છે.જેને પગલેઉકાઈ ડેમ માંથી 2,47,363 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ઉકાઈ ડેમના 15 ગેટ 10.05 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.
 
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર ના હાથનુર ડેમ માંથી 84,473 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.અને મહારાષ્ટ્ર ના પ્રકાશા ડેમ માંથી હાલ 1 લાખ 53,832 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમ નું પાણી તાપી નદી મારફતે ઉકાઈ ડેમમાં આવે છે જેના કારણે ઉકાઈ ડેમમાં પાણી આવક માં ફરી વધારો નોંધાઈ શકે છે.ઉકાઈ ડેમમાં જે મુજબ પાણી ની આવક આવી છે તે મુજબ હાલ જાવક પણ કરવામાં આવી છે જેના કારણે તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.તાપી નદી કાંઠાના વિસ્તારો ને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે 27 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

//