Logo of HungerMitao / Facebook
ટેક્સાસ સ્થિત સમુદાય સેવા સંસ્થા હંગરમિટાઓને પ્રખ્યાત ફૂટવેર બ્રાન્ડ્સની માલિક કંપની ટ્વિસ્ટેડ એક્સ ગ્લોબલ બ્રાન્ડ્સ તરફથી ૧૦ લાખ ભોજનનું મોટું દાન મળ્યું છે.
હંગરમિટાઓના ‘મિલિયન મીલ્સ પ્રોગ્રામ’ માટે આ દાન ચાલુ વર્ષે ઉત્તર ટેક્સાસમાં ભૂખ રાહત કાર્ય માટે મળેલું સૌથી મોટું એકલ દાન ગણાય છે.
હંગરમિટાઓએ જણાવ્યું હતું કે, મોંઘવારી, છટણી, સરકારી કાર્યક્રમોમાં વિલંબ અને હમણાં જ પૂર્ણ થયેલ સરકારી શટડાઉનના કારણે ભોજનની જરૂરિયાતમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ દાન ઇમર્જન્સી ફૂડ વિતરણને સીધી તાકાત આપશે.
હંગરમિટાઓના સ્થાપક રાજ અસવાએ કહ્યું, “આ યોગદાન અમારા સમુદાયની કરુણાનું શક્તિશાળી પ્રમાણ છે. જ્યારે ભૂખનો પ્રશ્ન વકરી રહ્યો છે ત્યારે ટ્વિસ્ટેડ એક્સે આગળ આવીને ઉત્તર ટેક્સાસની હજારો પરિવારોની મદદ કરી છે.”
ટ્વિસ્ટેડ એક્સના સીઈઓ પ્રસાદ રેડ્ડીએ જણાવ્યું, “અમારી કંપની માટે કરુણા સૌથી ઉપરની પ્રાથમિકતા છે. વ્યવસાય તરીકે અને માનવ તરીકે પણ અમને લાગે છે કે સ્થાનિક સમુદાયને મુશ્કેલ સમયે મદદ કરવી અમારી જવાબદારી છે. અમારો હેતુ એ છે કે અમે આગળ આવીએ અને બીજા લોકો પણ આગળ આવે.”
તાજેતરમાં સરકારી શટડાઉનને કારણે SNAP લાભોમાં વિલંબ થતાં અનેક પરિવારોને અપેક્ષિત સહાય ન મળી, જેના કારણે દબાણ વધ્યું છે. નોર્થ ટેક્સાસ ફૂડ બેન્ક અને ટેરન્ટ એરિયા ફૂડ બેન્કે જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે, જેના કારણે મોબાઇલ વિતરણ વધારવું અને તાત્કાલિક ખોરાકની ખરીદી કરવી પડી છે.
ટ્વિસ્ટેડ એક્સ સાથેની આ ભાગીદારીથી હંગરમિટાઓ આ સંકટ સમયે ઇમર્જન્સી ખોરાકનો જથ્થો સ્થિર રાખી શકશે.
‘મિલિયન મીલ્સ પ્રોગ્રામ’ હંગરમિટાઓના રાષ્ટ્રીય સ્તરના કાર્યનો ભાગ છે, જે ફીડિંગ અમેરિકા નેટવર્ક દ્વારા ચાલે છે. ૨૦૧૭માં રાજ અને અરાધના (અન્ના) અસવસા દ્વારા સ્થપાયેલી આ સંસ્થાએ અત્યાર સુધીમાં ૮ કરોડથી વધુ ભોજન પૂરાં પાડ્યાં છે.
૨૦૨૪-૨૫ના અસર અહેવાલ મુજબ, એક જ વર્ષમાં ૪૨.૬ લાખ ભોજન અને કુલ ૨૪૪.૬ લાખ ભોજન પૂરાં પાડવામાં આવ્યાં છે, સાથે ૧,૫૨,૦૦૦થી વધુ સ્વયંસેવક કલાકોનું યોગદાન મળ્યું છે.
હાલમાં જ કમ્યુનિટીઝ ફાઉન્ડેશન ઓફ ટેક્સાસ અને અસવા પરિવાર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ સમુદાય આધારિત પરોપકારની થીમને હાઇલાઇટ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login