ADVERTISEMENT

ADVERTISEMENT

ટ્રમ્પએ બાઇડેનના ઓટોપેનથી સહી કરાયેલા તમામ આદેશો ‘રદ્દ’ કરવાની જાહેરાત કરી

બાઇડનના કાર્યકાળ દરમિયાન ઓટોપેનથી સહી કરાયેલા લગભગ ૯૨% દસ્તાવેજો હવે નિરર્થક : ટ્રમ્પ

ઓટોપેન સાથે સહી કરેલા બધા બિડેન ઓર્ડર રદ - ટ્રમ્પ / Courtesy

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પે શુક્રવારે જાહેર કર્યું કે તેમના પૂર્વવર્તી પ્રમુખ જો બાઇડન દ્વારા ઓટોપેન (સ્વચાલિત સહી યંત્ર) દ્વારા સહી કરાયેલા તમામ દસ્તાવેજો તથા કાર્યકારી આદેશો હવેથી “રદ્દ” ગણાશે અને તેની કોઈ કાયદાકીય અસર રહેશે નહીં.

પોત્રકારો સાથેની વાતચીત તથા સોશિયલ મીડિયા પર જારી કરાયેલા નિવેદનમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું, “સ્લીપી જો બાઇડને ઓટોપેન વડે જે કંઈ સહી કરી છે – જે લગભગ ૯૨ ટકા દસ્તાવેજો છે – તે તમામ હું આજે રદ્દ કરું છું. તેની કોઈ કાયદાકીય અસર હવે રહેશે નહીં.”

તેમણે આક્ષેપ કર્યો કે, “ઓટોપેનનો ઉપયોગ ત્યારે જ કરી શકાય જ્યારે અમેરિકાના પ્રમુખ પાસેથી સ્પષ્ટ અને વિશેષ મંજૂરી લેવામાં આવી હોય. બાઇડનના કિસ્સામાં એવું થયું નહોતું.”

ટ્રમ્પે વધુમાં કહ્યું કે બાઇડનને “ઉગ્ર ડાબાપક્ષી ઉન્મત્તો”એ ઘેરી લીધા હતા અને તેમણે ઓવલ ઓફિસમાં રહેલા ઐતિહાસિક રિઝોલ્યુટ ડેસ્ક પાસે બેઠેલા બાઇડન પાસેથી પ્રમુખપદ છીનવી લીધું હતું. “આ લોકોએ ગેરકાયદેસર રીતે ઓટોપેન ચલાવ્યું હતું.”

પ્રમુખે સ્પષ્ટ કહ્યું, “હું તમામ એવા કાર્યકારી આદેશો તથા અન્ય દસ્તાવેજો રદ્દ કરું છું જે ક્રૂકેડ જો બાઇડને પોતે હાથે સહી ન કરી હોય. જો બાઇડન દાવો કરે કે તેમણે પોતે સહી કરી છે તો તેમની સામે ખોટું નિવેદન આપવા બદલ કાર્યવાહી કરવામાં આવશે.”

ટ્રમ્પે પુનરાવર્તન કર્યું કે ઓટોપેનથી સહી કરાયેલા કોઈ પણ દસ્તાવેજની કાયદાકીય માન્યતા નથી, કારણ કે તે “સીધા જ બાઇડનની સહીવાળા નથી.”

આ નિવેદનમાં કોઈ ચોક્કસ કાર્યકારી આદેશ કે વહીવટી પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી; માત્ર એટલું જ કહે ઓટોપેનથી સહી થયેલા તમામ દસ્તાવેજો ગેરકાયદેસર અને અમાન્ય છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video