ADVERTISEMENT

ADVERTISEMENT

ટ્રાફિક ઉલ્લંઘનથી ડિપોર્ટેશનની મુશ્કેલીમાં ફસાયો ટ્રક ડ્રાઈવર સુખદીપ સિંહ

સિંહ પાસે કેલિફોર્નિયાનું ડ્રાઈવિંગ લાયસન્સ છે અને તેઓ કથિત રીતે અમેરિકામાં ગેરકાયદેસર રહે છે

ટ્રક ડ્રાઈવર સુખદીપ સિંહ / Chief Patrol Agent - Yuma Sector via X

એરિઝોનામાં એક સામાન્ય ટ્રાફિક ચેકિંગ દરમિયાન ટ્રક ડ્રાઈવર **સુખદીપ સિંહ** માટે આફત બની ગઈ છે. હવે બોર્ડર સિક્યોરિટી તેમની ડિપોર્ટેશનની કાર્યવાહી કરી રહી છે.

ક્વાર્ટઝસાઈટ પોલીસે **સુખદીપ સિંહ**ને રેડ લાઈટ અને સ્ટોપ સાઈન તોડવાના આરોપસર રોક્યા હતા. પોલીસે તેમના દસ્તાવેજો તપાસતાં ખબર પડી કે તેઓ ભારતીય નાગરિક છે અને અમેરિકામાં કથિત રીતે ગેરકાયદેસર રહે છે.

પોલીસે બ્લાઈથ સ્ટેશનના યુ.એસ. બોર્ડર પેટ્રોલ એજન્ટોનો સંપર્ક કર્યો અને તેમની ઇમિગ્રેશન સ્થિતિની ચકાસણી કરાવી. બોર્ડર પેટ્રોલે તેમની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી.

યુ.એસ. બોર્ડર પેટ્રોલ, યુમા સેક્ટરે X પર જાહેરાત કરી હતી કે, "ક્વાર્ટઝસાઈટ પોલીસે સુખદીપ સિંહને રેડ લાઈટ અને સ્ટોપ સાઈન તોડવા બદલ રોક્યા હતા. અધિકારીઓએ બ્લાઈથ સ્ટેશન બોર્ડર પેટ્રોલ એજન્ટોનો સંપર્ક કર્યો, જેમણે નક્કી કર્યું કે સિંહ ભારતીય નાગરિક છે અને કેલિફોર્નિયાનું કોમર્શિયલ ડ્રાઈવર્સ લાયસન્સ હોવા છતાં અમેરિકામાં ગેરકાયદેસર રહે છે. સિંહની 8 USC 1182 હેઠળ ડિપોર્ટેશન માટે પ્રોસેસિંગ કરવામાં આવશે." 

આ ઘટના ગેરકાયદેસર રહેતા વિદેશી ડ્રાઈવરો અને તેમના લાયસન્સના મુદ્દે ફરી એકવાર ચર્ચા ઉભી કરી રહી છે.

Comments

Related