ADVERTISEMENT

ADVERTISEMENT

સુરતના હીરાવેપારીએ વડપ્રધાનને 40 કેરેટના ડાયમંડમાં કોતર્યા, નરેન્દ્ર મોદીને ભેટ આપશે હીરો.

ડાયમંડ તૈયાર કરવા માટે 25 થી 27 દિવસનો સમય લાગ્યો છે અને 12 થી 15 જેટલા લોકોએ સાથે મળીને આ ડાયમંડ એ તૈયાર કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ વાળો ડાયમંડ / Courtesy Photo

તાપી નદીના કિનારે વસેલું સુરત ટેક્સટાઇલ સીટી અને ડાયમંડ સિટીના નામથી ઓળખાય છે. સુરતના ડાયમંડ વિશ્વભરમાં પ્રચલિત છે. ત્યારે સુરતના ડાયમંડ વેપારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે 40 કેરેટ નાં ડાયમંડ પર લેસર વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેસ કંડારવામાં આવ્યો છે. આ ડાયમંડ તૈયાર કરવા માટે 25થી 27 દિવસનો સમય લાગ્યો છે અને 12 થી 15 જેટલા લોકોએ સાથે મળીને આ ડાયમંડ એ તૈયાર કર્યો છે. 

ડાયમંડ સિટી સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ ઉપહારો ભેટમાં આપવા માટે લોકો કહીને કંઈ નવું કરતા હોય છે. ત્યારે સુરતના એક વ્યક્તિ દ્વારા ડાયમંડથી બનેલું પોર્ટ્રેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવ્યું હતું ત્યારે સુરતના એક હીરાના વેપારીએ ડાયમંડ પર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર બનાવી દીધું.અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે ગ્રીન ડાયમંડ ભેટમાં આપવામાં આવ્યો ત્યારે સુરતના કિરણ સુથાર નામના ડાયમંડ વેપારીને વિચાર આવ્યો કે તેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રકારનો એક ડાયમંડ ભેટમાં આપવો છે પરંતુ આ ડાયમંડની કિંમત કોઈપણ ન આંકી શકે તે પ્રકારે અનોખી ભેટ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે. 

ત્યારબાદ હીરા વેપારી કિરણ સુથાર, પંકજ ઢોલરીયા અને નવરસ ઢોલરીયા એ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગિફ્ટમાં આપવા માટે ડાયમંડ પર જ તેમનો ફેસ કંડારીને આ ડાયમંડ તૈયાર કર્યો છે. આ અંગે પંકજ ઢોલરિયા એ કહ્યું કે 40 કેરેટના લેબગ્રોન ડાયમંડમાંથી પ્રોસેસ બાદ 8 કેરેટનો ડાયમંડ તૈયાર થયો અને જેના પર લેસર વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રોઈંગ કરવામાં આવ્યું છે. સૌપ્રથમ 40 કેરેટના આ ડાયમંડનું પ્લાનિંગ કરવામાં આવ્યું કે, કઈ રીતે તેમાં લેસર વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રોઈંગ થશે. પ્લાનિંગ કર્યા બાદ લેસર વડે આ ડાયમંડ અને કાપવામાં આવ્યો. ત્યારબાદ સેમીપોલિશિંગ કરવામાં આવ્યું અને સેમી પોલિસીંગ બાદ લેસર ડ્રોઈંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને આ લેસર ડ્રોઈંગની પ્રક્રિયા બાદ ફાઇનલ પોલિશીંગ આપવામાં આવ્યું. મહત્વની વાત છે કે ત્રણ વખત ડાયમંડ બ્રેક થયો હતો તેને લઈને 75 હજારની નુકસાની પણ થઈ હતી. કારણ કે એક વખત ડાયમંડને પોલિશિંગ કરવા માટે 25,000 જેટલો ખર્ચ થાય છે અને આમ ત્રણ વખત આ ડાયમંડ લેસર ડ્રોઈંગ દરમિયાન બ્રેક થતા ફરી પોલિસિંગ કરવો પડ્યો હતો. તો ડાયમંડ તૈયાર કરવા માટે 12થી 15 જેટલા રત્ન કલાકારો દ્વારા મહેનત કરવામાં આવી રહી હતી અને 25થી 30 દિવસની મહેનત બાદ આ ડાયમંડ તૈયાર થયો. 

ડાયમંડ તૈયાર કરનાર કિરણ સુથાર એ કહ્યું કે, તેઓ આ ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવાની ઈચ્છા ધરાવે છે. સામાન્ય રીતે આ 40 કેરેટના લેબગ્રોન ડાયમંડની કિંમત 5 લાખ રૂપિયા આંકવામાં આવે છે પરંતુ હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેસ લેસર વડે આ ડાયમંડ પર દોરવામાં આવ્યો છે ત્યારે તેની કિંમત આંકી ન શકાય કારણ કે, હવે આ ડાયમંડ વધારે મહત્વ ધરાવે છે. એટલા માટે જ આ ડાયમંડ અમૂલ્ય છે જ્યારે અમને મોકો મળશે ત્યારે અમે આ ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપીશું.

Comments

Related