ADVERTISEMENT

પ્રિયંકા ગાંધીએ દક્ષિણ ગુજરાતના ધરમપુરથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ધરમપુર દરબારગઢ ખાતે જાહેર સભાને સંબોધિ ભાજપ પર કર્યા આકરા પ્રહારો.

ધરમપુર ખાતે જાહેરસભા દરમ્યાન પ્રિયંકા ગાંધી અને અન્ય આગેવાનો / X @priyankagandhi

દેશમાં પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ચૂંટણીનો માહોલ હવે જમવા લાગ્યો છે .ગુજરાતમાં આગામી 7 મે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.વલસાડના ધરમપુર ખાતે આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી એ જાહેર સભાને સંબોધી હતી  અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા .સુરત એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ તેઓ બાય રોડ ધરમપુર પહોંચ્યા હતા.

વલસાડ ની બેઠક ઉપર ભાજપે ધવલ પટેલ ની ટિકિટ આપી છે તો કોંગ્રેસે તેની સામે અનંત પટેલને ટિકિટ આપી છે. અનંત પટેલના પ્રચાર માટે આજે કોંગ્રેસના સ્ટાર્ચ પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબારગઢ ખાતે સભા સંબોધી હતી.પ્રિયંકા ગાંધીનો વલસાડ જિલ્લામાં પ્રથમ પ્રવાસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીઓ કરી હતી. વલસાડ લોકસભા બેઠકમાં આવતા વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને વાંસદા અને ડાંગ વિધાનસભા બેઠક ઉપરથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મતદારો જંગી સભામાં પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા આવી પહોંચ્યા છે.ધરમપુરમાં જાહેર સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર અને મોદી પર પ્રહારો કરવાનું શરૂ કર્યું હતું અને તેઓએ કહ્યું કે 
મોદીજી મોટી મોટી વાતો કરે છે, પણ દેશના ગરીબ વ્યક્તિ માટે સરકાર પાસે કંઇ નથી, જે સરકાર પાસે છે એ અદાણી-અંબાણી જેવા કરોડપતિઓ માટે છે. તમે આ બધુ વિચારી જોજો. તમારા પૂર્વજોએ સ્વતંત્રતા માટે જીવ આપ્યા છે, પણ હાલની સરકાર તમારા માટે કંઇ નથી કરતી.

તમારી જોડે અન્યાય થઇ રહ્યો છે એટલે રાહુલજીએ ન્યાય યાત્રા શરૂ કરી'  ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, 'સરકારે મોટા મોટા દાવા કર્યા પણ કઈ થયું નહીં. 10 વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબુત કરવા માટે કોઈ કામ કર્યું નથી. ભાજપ સરકારના કામ ટીવી પર દેખાઇ રહ્યા છે, એવું કઈ રિયલમાં થયું નથી. 'છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે.'

વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 10 વર્ષથી તેઓની સરકાર છે,પણ હવે મને નથી લાગતુ કે આગળના પાંચ વર્ષ જનતા તેઓને સહન કરી શકે. તેઓ કહી રહ્યા છે કે, અબકી બાર 400 પાર. આ સાથે તેઓ સંવિધાન બદલવાની વાત કરી રહ્યા છે, પણ કામની એક પણ વાત નથી કરી રહ્યા, રોજગારની ક્યાય વાત નથી કરતા, મોંઘવારીની વાતો નથી કરતા, શિક્ષણની વાતો નથી કરતા. બસ 70 વર્ષમાં કઈ નથી કર્યું એમ જ કહ્યા કરે છે. પુછો તેઓને કે આઈઆઈટી કેટલી તમે બનાવી છે, એમ્સ કેટલી બનાવી છે, શાળાઓ કેટલી બનાવી? કેટલા લોકોને ગરીબીરેખાથી ઉપર લઈ આવ્યાં. ક્યારેય નહીં કહેશે કેમ કે કઈ કહેવા માટે છે જ નહી. બસ ખાલી મોટા મોટા ઈવેન્ટ કર્યા રાખે છે. પાંચ વર્ષ સુધી કઈ નથી કર્યું એટલે.

Comments

ADVERTISEMENT

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related