રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા / IANS
રાજસ્થાન પોતાના વૈશ્વિક પ્રવાસી સમુદાયને મળવા તૈયાર છે. આવતીકાલે એટલે કે ૧૦ ડિસેમ્બરે જયપુરમાં ભવ્ય આયોજન સાથે પ્રવાસી રાજસ્થાની દિવસ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદેશમાં વસતા રાજસ્થાનીઓ (એનઆરઆર) સાથે સંબંધોને વધુ મજબૂત કરવા, વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવું તેમજ વિદેશી રાજસ્થાની સમુદાયના સાંસ્કૃતિક અને આર્થિક યોગદાનને ઉજવવાનો છે.
કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઈ કે. બગડે, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તથા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા હાજર રહેશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મુખ્ય વક્તવ્ય આપીને વૈશ્વિક સહયોગ અને રોકાણ આધારિત વિકાસ માટે સરકારની દ્રષ્ટિ રજૂ કરશે.
કાર્યક્રમની શરૂઆત ‘પ્રગતિ પથ’ના ઉદ્ઘાટનથી થશે, જે રાજસ્થાનની વિકાસ યાત્રા અને ભવિષ્યના રોડમેપને દર્શાવતી એક ખાસ વોક-થ્રૂ ગેલેરી છે.
ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ સ્વાગત પ્રવચન આપશે અને વિદેશી રાજસ્થાનીઓની રાજ્યના વિકાસ લક્ષ્યોને વેગ આપવામાં ભૂમિકા પર પ્રકાશ પાડશે.
કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ રૂ. ૧ લાખ કરોડના પ્રોજેક્ટ્સની જાહેરાત અને ખાતમુહૂર્ત રહેશે. આ સાથે ગત વર્ષે ડિસેમ્બર ૨૦૨૪માં યોજાયેલી રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ પછી ગ્રાઉન્ડેડ થયેલા પ્રોજેક્ટ્સનું કુલ મૂલ્ય રૂ. ૮ લાખ કરોડ સુધી પહોંચી જશે, જે રોકાણકારોના વિશ્વાસ અને આર્થિક ગતિનું મોટું પ્રતીક છે.
સરકાર ૨૦૨૪ સમિટમાં થયેલા સફળ એમઓયુ અs અને તેના અમલીકરણની પ્રગતિ દર્શાવતું કોફી-ટેબલ પુસ્તક ‘કમિટમેન્ટ ઇન એક્શન’ પણ લોન્ચ કરશે.
ઉદ્ઘાટન સત્રમાં અનેક મોટા કોર્પોરેટ નેતાઓ પણ જોડાશે અને રાજસ્થાનની સુધારાઓ, ઔદ્યોગિક આકર્ષણ તથા ભવિષ્યની રોકાણ તકો પર પોતાના વિચારો રજૂ કરશે. વિશ્વભરમાંથી ઉત્કૃષ્ટ કાર્ય કરનારાઓને પ્રવાસી રાજસ્થાની સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
બપોર પછી પ્રવાસી રાજસ્થાનીઓ સાથે ઓપન હાઉસ તથા નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગપતિઓ સાથે સીધો સંવાદ થશે. નવીનીકરણીય ઊર્જા, પર્યટન, આરોગ્ય, શિક્ષણ, પાણી, ખાણકામ અને ઉદ્યોગ – આ સાત ક્ષેત્રો પર કેન્દ્રિત ચર્ચાઓ પણ યોજાશે.
દિવસભરના આ કાર્યક્રમનો સમાપન રાજસ્થાની સંસ્કૃતિની ઝલક દર્શાવતી ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા સાથે થશે, જેમાં ઘૂમર, કાળબેલિયા અને વિખ્યાત કલાકારોના ફ્યુઝન પ્રસ્તુતિઓનો સમાવેશ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login