વિડિયોનો સ્ક્રીનશોટ / Dominika Patalas-Kalra via Instagram
ભારતમાં રહેતી પોલેન્ડની મોડલ ડોમિનિકા પટલાસ-કાલરાએ ભારતીય ‘જુગાડ’ તરીકે ઓળખાતી આવડત અને કિફાયતી બુદ્ધિશક્તિની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. તેણે દિલ્હીમાં એક વ્યક્તિને મબાઇક પર ૨૦થી વધુ ખુરશીઓ લઇ જતા જોયા બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ભારતીયોને તેમના જુગાડ પ્રત્યે ખાસ્સો લગાવ છે. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં કામ પતી જાય એટલું જ જોઈએ, નાની-મોટી ખામીઓને અવગણીને આગળ વધવું એ જ ભારતીય જીવનપદ્ધતિનો મુખ્ય મંત્ર છે.
પોતાના ઘરની બારીમાંથી રેકોર્ડ કરેલા આ વીડિયોમાં ડોમિનિકાએ દેખાડ્યું કે, એક વ્યક્તિ પાછળ કોઈ પિલિયન રાઈડરની મદદ વગણા પણ ખુરશીઓનો મોટો ઢગલો બાંધીને સંતુલન જાળવીને બાઇક ચલાવી રહ્યો છે.
“ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ” એવી કેપ્શન સાથે પોસ્ટ કરેલા આ વીડિયોમાં પોલેન્ડમાં જન્મેલી આ મોડલે કહ્યું, “બાઇક પર ૨૦થી વધુ ખુરશીઓ લઇ જવી? ભારતમાં બધું જ શક્ય છે... ઘરની બારીમાંથી જ ખુરશી ખરીદી શકાય છે!”
આ પોસ્ટ પર ઇન્સ્ટાગ્રામ પર રમૂજી અને પ્રશંસાભરી પ્રતિક્રિયાઓનો દોટ મચી ગયો છે. લોકોએ આને ભારતીય ‘કેન-ડૂ’ વલણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું છે. કેટલાકે પોતાના જુગાડના અનુભવો શેર કર્યા, તો કેટલાકે મજાકમાં કહ્યું કે બસ એક પિલિયન રાઈડર ખુરશીઓની ટોચ પર બેઠો હોત તો જુગાડ પર્ફેક્ટ થઈ જાત!
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login