ADVERTISEMENTs

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ઉંમરલાયક 86 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કરાયો.

રાજ્યની જેલમાં વ્યવહાર અને વર્તણૂક સારી હોય તેવા પાત્રતા ધરાવતા કેદીઓને પરિવાર સાથે જીવન જીવવાની નવી તક અપાઇ.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ / X @CMOGuj

સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી રાજ્યની જેલોમાં સારો વ્યવહાર અને વર્તણૂક રાખનાર કેદીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા દાખવવામાં આવેલા આ માનવીય અભિગમ થકી તા.૧પમી ઓગષ્ટ, સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ વધુ ૮૬ કેદીઓ જેલમુક્ત થશે. રાજ્યની જેલોમાં સારો વ્યવહાર-વર્તણૂક રાખનાર પાત્રતા ધરાવતા કેદીઓને કેદમુક્ત કરવાના આ નિર્ણયથી આ કેદીઓને પોતાના પરિવાર સાથે જીવન જીવવાની નવી તક મળશે.

ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૨૩માં ૧૦૩ કેદીઓ અને વર્ષ ૨૦૨૪માં ૨૪૮ કેદીઓને રાજ્ય માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. જે પૈકી હાલ ૮૬ કેદીઓ કેદ મુકત કરાયા છે. ગુજરાતમાં આ સાથે વર્ષ-૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન કુલ ૩૫૧ કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે. 



Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

//