ADVERTISEMENT

ADVERTISEMENT

મધર્સ ડે પર એક ડોક્ટરે પોતાની માતા માટે એક ગીત લખીને માતાને અર્પણ કર્યું.

વ્યવસાયે ડોક્ટર એવી પ્રિયંકા કલંત્રરી પોતાની માતા માટે કોઈ એવું ગિફ્ટ આપવા માંગતી હતી જો યાદગાર બની રહે.

માતા સાથે ડોક્ટર પ્રિયંકા / Ritu Darbar

ઉસકો નહી દેખા હમને પર, ઇસકી જરૂરત ક્યા હોગી ઓ માં તેરી સુરત સે અલગ ભગવાન કી સુરત ક્યા હોગી. 12 મેં એટલે  મધર્સ ડે.. માતાનું સન્માન કરવાનો આ દિવસ હોય છે જો કે માતા માટે કોઈ એક દિવસ નથી હોતો. માં  માટે  તો પૂરી જિંદગી પણ ઓછી પડે છે અને એટલે જ સુરતની એક યુવતીએ પોતાની માતાને મધર્સ ડે પર ગિફ્ટ આપવા માટે એક આખું ગીત લખી કાઢ્યું અને તેને વિડીયો રૂપે બનાવી મધર્સ ડે નિમિતે ગિફ્ટ આપશે.. તો બીજી તરફ એક યુવાને પોતાની માતા માટે એક આખો આલ્બમ બનાવી દીધો. આમ યુવા વર્ગ હવે માતાને કોઈ નોર્મલ ગિફ્ટ નહીં પરંતુ આ રીતે તેઓ ગીત અર્પણ કરી સન્માન કરી મધર્સ ડે ની ઉજવણી કરે છે.

મધર્સ ડે ની ઉજવણી યુવાવર્ગ પોતાની માતા ને કોઈ ગિફ્ટ આપી ને કે અન્ય રીતે કરતા હોય છે.પરંતુ હવે ઘણા એવા પણ યુવાનો છે કે આ દિવસને ખૂબ યાદગાર પોતાની માતા માટે બનાવવા માંગતા હોય છે અને તેના માટે કંઈક વિશેષ કરતા હોય છે અને આવું જ કહી સુરતના એક ડોક્ટર યુવતીએ પોતાની માતા માટે કર્યું છે.વ્યવસાયે ડોક્ટર એવી પ્રિયંકા કલંત્રરી પોતાની માતા માટે કોઈ એવું ગિફ્ટ આપવા માંગતી હતી જો યાદગાર બની રહે જેમાં તેઓની લાગણીઓ સમાવેશ થયેલો હોય માત્ર કોઈ ચીલાચાલુ ગિફ્ટ ના હોય. આ અંગે ડોક્ટર પ્રિયંકાએ કહ્યું કે મધર ડે દર વખતે આવતો હોય છે અને દરેક લોકો પોતાની માતાને ગિફ્ટ આપે છે પરંતુ મારે કંઈક અલગ કરવું હતું જે લાઈફ ટાઈમ ની હાજરી બની રહે અને મારી મમ્મી માટે ગીત લખવાનું વિચાર્યું માતાઓ હંમેશાં પોતાના છોકરાઓ માટે એક ગીત ગાતી હોય છે .સૂરજ કહું યા તુજે ચંદા કહું પરંતુ મારે આ લીરીક્સ પર મારી માતા માટે ગીત લખવું હતું. તેથી આ ગીત મેં મારા કામના સમયે જ દર્દીઓને તપાસતા તપાસતા જ લખ્યું હતું. ત્યારબાદ આ ગીતને મેં વીડિયોમાં મારી માતા સાથેના અત્યાર સુધી જે પણ યાદગીરી ને વણી લીધી હતી .એને શબ્દોમાં વણી લઈને વિડીયો રૂપે બનાવી છે. આ વિડીયો મધર્સ ડે ના દિવસે હું મારી માતાને બતાવીશ.

Comments

Related