ADVERTISEMENT

ADVERTISEMENT

ન્યૂયોર્ક સિટી અને વોશિંગ્ટન ડી.સી. પોલીસે ઈરાન પરના હુમલાઓ બાદ સાવચેતી રાખવાની સલાહ આપી.

અમેરિકાએ 21 જૂન, 2025ના રોજ ઈરાનની ત્રણ પરમાણુ સાઇટ્સ પર હુમલો કર્યો

પ્રતીકાત્મક તસ્વીર / PEXELS

ન્યૂયોર્ક પોલીસ વિભાગ (એનવાયપીડી) અને વોશિંગ્ટન ડીસીના મેટ્રોપોલિટન પોલીસ વિભાગે તાજેતરના અમેરિકી હુમલાઓના પગલે ચેતવણી જાહેર કરી છે.

અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હવાઈ હુમલા કર્યા, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે શનિવારે ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓને રોકવા માટે આ સ્થળો "નષ્ટ" કરવામાં આવ્યા.

ન્યૂયોર્ક પોલીસ વિભાગે એક્સ પર એક ચેતવણી જાહેર કરી, જેમાં જણાવ્યું, "સાવચેતીના ભાગરૂપે, અમે ન્યૂયોર્ક શહેરમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજદ્વારી સ્થળો પર વધારાના સંસાધનો તૈનાત કરી રહ્યા છીએ અને અમારા ફેડરલ પાર્ટનર્સ સાથે સંકલન કરી રહ્યા છીએ."



એ જ રીતે, વોશિંગ્ટન ડીસીની મેટ્રોપોલિટન પોલીસે પણ એક નિવેદન જાહેર કર્યું, જેમાં કહ્યું, "અમે જનતાને સતર્ક રહેવા અને આપણા સમુદાયને સુરક્ષિત રાખવામાં મદદ કરવા વિનંતી કરીએ છીએ. જો તમે કંઈક જુઓ, તો કંઈક કહો."

જોકે, તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે, "આ સમયે, ડિસ્ટ્રિક્ટને કોઈ જાણીતું જોખામ નથી. તેમ છતાં, એમપીડીએ શહેરભરની ધાર્મિક સંસ્થાઓ પર વધારાની હાજરી જાળવી રાખી છે."



Comments

Related