ADVERTISEMENT

ન્યુ ઇન્ડિયા અબ્રોડ અને 2024ની ચૂંટણી

સંપાદકનો વાચકો માટે સંદેશ

લોકો માટે ચૂંટણીનો અર્થ અલગ અલગ હોય છે. કેટલાક લોકો તેને ભારત જેવા લોકશાહી દેશમાં એક રાજકીય પ્રક્રિયા તરીકે જુએ છે. જ્યાં બંધારણમાં ફરજિયાત દર પાંચ વર્ષે આયોજન થાય છે; કેટલાક એવું કહે છે કે, તેમના મતાધિકારનો ઉપયોગ કરવો એ મૂળભૂત અધિકાર છે; અને અન્ય લોકો માટે તે એક ભાવનાત્મક મુદ્દો છે જે રાજકારણથી આગળ છે.

એક મીડિયા સંસ્થાન માટે આ મતદાન પ્રક્રિયાની ઝીણવટભરી વાતો અને દેશના ભવિષ્યમાં શામેલ કેટલીક વાતોને ઉજાગરા કરીને વાચકો કે દર્શકો સમક્ષ મુકવાનો અવસર છે. ન્યુ ઇન્ડિયા અબ્રોડ દેશની 18મી સામાન્ય ચૂંટણીને દેશના નાગરિકોના જીવનના સામાન્ય દિવસ કરતા એક ખાસ મહત્વના દિવસ તરીકે જુએ છે.

ભારત દેશ હાલ એવા તબક્કે છે જ્યારે વિશ્વની નજર આતુરતાથી જોઈ રહી છે કે, આવનારું ભવિષ્ય કેવી રીતે સાકાર થવાનું છે. સરેરાશ મતદાર દેશમાં સ્થિરતા અને આર્થિક વિકાસની બાબતોને સમજી શકવા માં કદાચ સક્ષમ ના હોય; પરંતુ તે સારી રીતે સમજે છે કે, તેમનું ભવિષ્યની ફક્ત એવા સાંસદો દ્વારા જ સુધારી શકાય છે કે, જેઓ ભારતમાં રહે છે અને શ્વાસ લે છે.

અમારા દ્રષ્ટિકોણથી ચૂંટણીઓનું કવરેજ સરળ અને સીધું છેઃ સમાચાર જે આપણે તેને રિપોર્ટિંગ સાથે જોઈએ છીએ, તેમાં સંપાદકીયનો સમાવેશ થતો નથી. 
દેશને વ્યાખ્યાયિત કરતા મુદ્દાઓ/સમસ્યાઓના પડકારો કે જટિલ વિષયો પાર રાજકીય પક્ષો પોતાનું શું સ્ટેન્ડ લે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

અમારો ભાર કોઈપણ વ્યક્તિગત કે રાજકીય પ્રવચન દરમિયાન એકબીજા પર ઉછાળવામાં આવતા રાજકીય કાદવ પર નથી. અમારી સંસ્થાનું કેન્દ્ર દેશના વિકાસ અને સુધારણા માટે વ્યક્તિઓની હકારાત્મકતાઓ અને તેમની ક્ષમતાને બહાર લાવવાનું છે.

અમારું કવરેજ પણ અલગ હશેઃ અમે પ્રવાસી ભારતીયો પાસેથી જાણવા માંગીએ છીએ કે, તેઓ રાજકીય પક્ષોના મુદ્દાઓ વિશે શું વિચારે છે. આ ખાસ કરીને વિદેશમાં રહેતા ભારતીયોની નવી પેઢીઓ માટે સાચું છે, જેઓ કદાચ ભારત શું છે તે વિશે જાણતા ન હોય.

અહીં અમારા વાચકો માટે અમને લખવાની અથવા તમારા વિચારોની ટૂંકી વિડિઓ ક્લિપ્સ મોકલવાની તક છે. તમે અમને મોકલી શકો છો. વાચકો દ્વારા મોકલવામાં આવેલ તમામ યોગદાન સંપાદનને આધીન છે, જે મોકલવામાં આવેલ સામગ્રી માટે નહીં પરંતુ સ્થળ અને સમય માટે. આ ખાસ કરીને આપણી સાપ્તાહિક ઇ-પેપર આવૃત્તિઓમાં જોવા મળશે.

આવો અને અમારો ભાગ બનો. આપણે સાથે મળીને આ યાત્રાને જાણકારીપ્રદ અને આનંદપ્રદ બનાવીશું.

Comments

ADVERTISEMENT

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related