ADVERTISEMENT

ADVERTISEMENT

નેન્સી પટેલ બની ન્યૂઝીલેન્ડની પ્રથમ ભારતીય મૂળની મહિલા ક્રિકેટર

ટી20 ડેબ્યૂમાં નેન્સીએ ૪ ઓવરમાં ૨૦ રન આપ્યા, ન્યૂઝીલેન્ડે ૯૨ રને મેળવી ભવ્ય જીત

 નેન્સી પટેલ નેન્સી પટેલ / Facebook

નેન્સી પટેલ ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વાઇટ ફર્ન્સ માટે રમનારી પ્રથમ ભારતીય મૂળની ખેલાડી બની છે. તેણે ૨૬ ફેબ્રુઆરીએ સેડન પાર્કમાં ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કર્યું હતું.

૨૩ વર્ષીય ઓફ-સ્પિન ઓલરાઉન્ડર નેન્સી પટેલને મેચ પહેલાં સાથી ખેલાડી બ્રૂક હોલિડેએ વાઇટ ફર્ન્સની ટોપી આપી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ મેચ હતી.

નેન્સી ૨૦૨૨-૨૩ની સિઝનમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટેડ ખેલાડી હતી, પરંતુ તે પહેલાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું નહોતું. નોર્ધન બ્રેવ્સ સાથે સુપર સ્મેશમાં શાનદાર પ્રદર્શન બાદ તેને પસંદગી મળી હતી, જ્યાં તે ટીમની ટોચની રન-સ્કોરર રહી હતી અને વિકેટમાં પણ સંયુક્ત બીજા ક્રમે હતી.

This post is for paying subscribers only

SUBSCRIBE NOW

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related