ADVERTISEMENT

ADVERTISEMENT

ભારત-પાકિસ્તાન વચ્ચેની દુશ્મની અટકાવીને "લાખો લોકોના જીવ બચાવ્યા": અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પની આ ટિપ્પણી તેમના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર મીડિયાને સંબોધિત કરતી વખતે આવી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ(ફાઈલ ફોટો) / Courtesy Photo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે તેમણે ગત વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટ કરીને લાખો લોકોના જીવ બચાવ્યા છે.

આ ટિપ્પણી તેમણે તેમના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર મીડિયાને સંબોધિત કરતી વખતે કરી હતી.

"ભારત અને પાકિસ્તાન ખરેખર એકબીજા પર હુમલા કરી રહ્યા હતા. આઠ વિમાનો નીચે પાડવામાં આવ્યા હતા. મારા મતે તેઓ પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન અહીં આવ્યા હતા અને તેમણે કહ્યું કે 'રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૧૦ મિલિયન લોકોને અને કદાચ તેથી પણ વધુને બચાવ્યા છે.' બંને દેશ પરમાણુ શસ્ત્રો ધરાવે છે," ટ્રમ્પે કહ્યું.

This post is for paying subscribers only

SUBSCRIBE NOW

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in