ADVERTISEMENT

ADVERTISEMENT

મામદાનીએ SRK પોઝ તો પરફેક્ટ માર્યો, પણ બોલિવૂડ ક્વિઝમાં નાપાસ થયા

મીરા નાયરના પુત્રએ ‘છૈયા છૈયા’ તો ઝડપથી ઓળખી લીધું, પણ બાકીના ક્લાસિક ગીતોના નામ ભૂલી ગયા

ઝોહરાન મામદાની / Zohran Mamdani via X

ન્યૂયોર્ક શહેરના નવનિયુક્ત મેયર ઝોહરાન મામદાનીની બોલિવૂડ જાણકારીની તાજેતરમાં કસોટી લેવામાં આવી હતી અને પરિણામ ભારતીય-અમેરિકી ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર માટે ખાસ ગૌરવની વાત નહોતું. જોકે, ક્વિઝમાં સંપૂર્ણ સફળતા ન મળી હોવા છતાં શાહરુખ ખાનના આઇકોનિક પોઝની સાવધાનીપૂર્વક નકલ કરીને તેમણે થોડા વધારાના ગુણ મેળવી લીધા હતા.

‘મહેદી અનફિલ્ટર્ડ’ કાર્યક્રમમાં મામદાનીએ બોલિવૂડ ગીતો ઓળખવાની રમતમાં શરૂઆત ખૂબ જ સારી કરી હતી. શાહરુખ ખાન અને મનીષા કોઇરાલા અભિનીત ફિલ્મ ‘દિલ સે’નું પ્રખ્યાત ગીત ‘છૈયા છૈયા’ તેમણે તુરંત જ ઓળખી લીધું. પરંતુ ‘કલ હો ના હો’નું ‘ઇટ્સ ધ ટાઇમ ટુ ડિસ્કો’ તેમજ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું ‘મહેંદી લગા કે રખના’ જેવાં ક્લાસિક ગીતોનું નામ તેઓ યાદ ન કરી શક્યા.

ખાસ કરીને DDLJના ‘મહેંદી લગા કે રખના’ ગીતે નાનકડો તમાશો ઊભો કર્યો હતો. મામદાની ગીતનું નામ તો ન યાદ આવ્યું, પય પણ શાહરુખ ખાનનો લેજન્ડરી હાથ ફેલાવવાનો પોઝ તેમણે એકદમ પરફેક્ટ માર્યો. તથા કહ્યું કે, “મને લાગે છે કિંગ ખાન આ ગીતમાં પગથિયાં ચડીને આવે છે અને પછી પોતાની સિગ્નેચર સ્ટેપ મારે છે.” ફિલ્મનું નામ તેમણે સાચું કહ્યું, પણ ગીતનું નામ ન આવતાં મહેમાન મેહદી હસને મજાકમાં તેમને ઠપકો આપ્યો અને કહ્યું કે તમે તો ફક્ત સમય કાઢી રહ્યા છો.

મામદાની પોતાના બોલિવૂડ પ્રેમ અંગે કદી શરમાયા નથી. પોતાની ચૂંટટણી અભિયાન દરમિયાન પણ તેમણે બોલિવૂડનો જલવો બતાવ્યો હતો અને વિજય પછીના પ્રસંગે તેમના વિજય ભાષણના અંતે ૨૦૦૪ની ફિલ્મ ‘ધૂમ’નું ‘ધૂમ મચાલે’ ગીત વાગતું હતું.

Comments

Related