ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતીય મૂળની બ્રિટિશ પત્રકારને લંડન સિટીનો ફ્રીડમ ઓફ ધ સિટી એવોર્ડ

શ્રુતિ ત્રિપાઠી ચોપરા ૨૦૧૯થી ડાઉ જોન્સ સાથે સંકળાયેલાં છે.

એવોર્ડ રિસીવ કરી રહેલ શિવાની ત્રિપાઠી ચોપરા / Shruti Tripathi Chopra via LinkedIn

ભારતમાં જન્મેલાં યુકેમાં વસતાં પત્રકાર શ્રુતિ ત્રિપાઠી ચોપરાને નાણાકીય પત્રકારત્વમાં યોગદાન તેમજ વિવિધતા, સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા બદલ લંડન સિટીનો ફ્રીડમ ઓફ ધ સિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ચોપરા હાલ ડાઉ જોન્સનાં પ્રકાશનો ‘ફાઇનાન્શિયલ ન્યૂઝ’ અને ‘પ્રાઇવેટ ઇક્વિટી ન્યૂઝ’નાં એડિટર-ઇન-ચીફ છે.

૧૩મી સદીથી ચાલી આવતી આ પરંપરા હેઠળ આ એવોર્ડ શહેરના સામાજિક, સાંસ્કૃતિક કે જાહેર જીવનમાં યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. આ પહેલાં આ સન્માન જવાહરલાલ નેહરુ અને શબાના આઝમી જેવી વ્યક્તિઓને મળી ચૂક્યું છે.

આ સન્માન વિશે આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું, “લંડન સિટીનો ફ્રીડમ એવોર્ડ મેળવવો એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે, જેનો ઇતિહાસ ૮૦૦ વર્ષથી વધુ જૂનો છે.”

પોતાના પતિ, પુત્રી અને ભારતથી આવેલાં માતા-પિતા સાથે આ ક્ષણ શેર કરતાં તેમણે ઉમેર્યું, “હું આ સન્માન મારા માતા-પિતાને સમર્પિત કરું છું, જેમણે ભારતથી આ ક્ષણમાં સાથ આપવા માટે પ્રવાસ કર્યો છે. તેમણે મને શીખવ્યું કે છોકરીઓ મહાનતા, મહત્વાકાંક્ષા અને વિશ્વને બદલવા માટે જન્મે છે.”

લંડનના ગિલ્ડહોલમાં ક્લર્ક ઓફ ધ કોર્ટ દ્વારા અધિકૃત રીતે આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.

ચોપરા ગુરુ ગોબિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક તેમજ કાર્ડિફ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી ધરાવે છે.

Comments

Related