ઉજવણીની ઝલક / Provided
હ્યુસ્ટન અને આસપાસના શહેરોમાં વસતા ભારતીય મૂળના અમેરિકનોએ ગયા મહિને પીયરલેન્ડ પાર્ક ખાતે અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ નિમિત્તે America250ની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન સ્વયંસેવકોના એક જૂથ અને America250ના સહયોગથી કરવામાં આવ્યું હતું. સ્થાનિક ભારતીય-અમેરિકન સમુદાયની 92 સંસ્થાઓ અને વ્યવસાયિકોએ આ કાર્યક્રમને સમર્થન આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આર્મી, નેવી અને એર ફોર્સના કુલ 29 પૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમોની માણણી કરી હતી તેમજ વિવિધ સંસ્થાઓ અને વ્યવસાયિકો દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી.
આયોજન સમિતિએ વર્ષો સુધી સમાજસેવામાં યોગદાન આપનાર ભારતીય-અમેરિકન સમુદાયના 250 સ્વયંસેવકોનું પણ સન્માન કર્યું હતું. ઉપરાંત, કાર્યક્રમમાં હાજર રહેલા સેંકડો લોકોને સ્મૃતિચિહ્ન તરીકે ખાસ તૈયાર કરાયેલ સ્મારક સિક્કો આપવામાં આવ્યો હતો.
ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાનને માન્યતા આપતાં અમેરિકાના સેનેટર ટેડ ક્રૂઝ અને કોંગ્રેસવુમન લિઝી ફ્લેચરના શુભેચ્છા સંદેશો વાંચવામાં આવ્યા હતા. ઉપરાંત, સુગર લેન્ડ શહેર દ્વારા સત્તાવાર જાહેરનામું જાહેર કરવામાં આવ્યું હતું. પીયરલેન્ડના મેયરે પોતાના સંબોધનમાં અમેરિકા અને ભારત વચ્ચે વધતા સહયોગની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર જિંદલ ગ્રુપના લીડ એક્ઝિક્યુટિવ અનવ બત્રાએ ભારત અને અમેરિકા વચ્ચે વધતી વેપાર તકો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત કલ્પલતા ગુન્ટાપલ્લીએ મુખ્ય પ્રવચન આપ્યું હતું.
America250 આયોજક સમિતિના સહ-અધ્યક્ષ પ્રદીપ પારેખે સમુદાયના સહકાર અને શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કાર્યક્રમના પ્રાયોજકો તરીકે જિંદલ ગ્રુપ, તારા કેપિટલ, રાજ અને જુગલ મલાણી, સ્ટ્રાહેકી, દીપ, દિશા સર્વિસિસ, સિમ્પ્લેક્સ લેન્ડિંગ, યુએસ ઇન્ડિયન કમ્યુનિટી ફાઉન્ડેશન, શ્રી અષ્ટલક્ષ્મી મંદિર, જેકે એ/સી એન્ડ હીટિંગ સર્વિસ, વૈશાલી દેવ અને આઈસીઆઈસીઆઈ બેંકનો પણ વિશેષ આભાર માન્યો હતો.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login