ADVERTISEMENT

ADVERTISEMENT

O-1 વિઝા હોવા છતાં ભારતીય મૂળના CEO અમેરિકામાં પ્રવેશતાં જ અટકાવાયા

મલેશિયામાં જન્મેલા ભારતીય વંશજ ઉદ્યોગપતિ વિશેન લખિયાણીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ ઘટનાને અમેરિકામાં વધતા જતા ઝેનોફોબિયા અને ડર આધારિત રાજકીય વાતોનું પરિણામ ગણાવ્યું છે.

વિશેન લખિયાણી / Wikipedia

અમેરિકાસ્થિત કંપની માઈન્ડવેલીના સ્થાપક અને સીઈઓ વિશેન લખિયાણીએ જણાવ્યું કે ઓ-૧ વિઝા હોવા છતાં મિયામી એરપોર્ટ પર આવતાંની સાથે જ તેમને અટકાવીને એફબીઆઈના બે અધિકારીઓએ પૂછપરછ કરી હતી.

લખિયાણીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે તેમને તાજેતરમાં દુબઈ, ઈસ્તાંબુલ અને બ્રાઝિલની મુલાકાતો અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વૉટ્સએપ નંબરની ઍક્સેસ માંગવામાં આવી હતી.

તેમણે અધિકારીઓને “ખૂબ જ સારા વર્તનવાળા” અને “પોતાનું કામ બજાવતા” ગણાવ્યા, પરંતુ આ અનુભવને “ડરામણો” ગણાવ્યો.

લખિયાણીએ અમેરિકામાં વધતી જતી પ્રવાસી-વિરોધી વાતોની ટીકા કરતાં લખ્યું કે “રાજકારણીઓ દ્વારા ડર ફેલાવવો, ઝેનોફોબિયા અને પ્રવાસીઓને દોષી ઠેરવવાની વાતો દેશને ખરેખર મહાન બનાવવાના વિચારોના અભાવને છુપાવે છે.” આનાથી દેશ “બંધ અને સાંકડી માનસિકતાવાળો” બની રહ્યો છે.

તેમણે આ વાતાવરણને પર્યટન અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે જોડતાં જણાવ્યું કે અમેરિકામાં પર્યટન ૧૫ ટકા ઘટ્યું છે અને વિદેશી વિદ્યાર્થીઓના અરજીઓમાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો થયો છે.

આ પોસ્ટથી ઓનલાઈન ખૂબ ચર્ચા થઈ છે. એક યુઝરે લખ્યું, “એટલે જ મેં અમેરિકા છોડી દીધું, મારી પાસે પણ ટેલેન્ટ વિઝા હતો... પણ ચિંતા થતી હતી.”

બીજા એકે લખ્યું કે તેઓએ “આગામી કેટલાક વર્ષ માટે અમેરિકા જવાનું બંધ કરી દીધું છે કારણ કે જાતિ આધારિત પ્રોફાઈલિંગ વાસ્તવિક છે.”

ત્રીજા એકે કહ્યું કે ઈમિગ્રેશન અધિકારીઓએ પોતાની કાર્યપદ્ધતિ પર વિચાર કરવો જોઈએ.

આ ઘટનાએ એરપોર્ટ સ્ક્રીનિંગ, ઈમિગ્રેશન નિયમો અને અમેરિકામાં આવતા વિદેશી વ્યાવસાયિકો સાથેના વ્યવહાર અંગેની ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે.

વિશેન લખિયાણી માઈન્ડવેલીના સ્થાપક અને સીઈઓ છે. આ અમેરિકાસ્થિત કંપની લીડરશિપ, પ્રોડક્ટિવિટી અને વેલબીઈંગમાં ઓનલાઈન તાલીમ કાર્યક્રમો બનાવે છે. તેઓ ‘The Code of the Extraordinary Mind’ અને ‘The Buddha and the Badass’ પુસ્તકોના લેખક પણ છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video