ADVERTISEMENT

ADVERTISEMENT

કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ દ્વારા નવા ઘર ખરીદનારાઓ માટે 25,000 ડોલરનું ક્રેડિટનો પ્રસ્તાવ

પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આગળના ખર્ચમાં મદદ કરવા માટે કોંગ્રેસમેને રિફંડેબલ ટેક્સ ક્રેડિટ દાખલ કરવાની યોજના રજૂ કરી.

કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ / Krishnamoorthi office

15 જાન્યુઆરીએ કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ (ડેમોક્રેટ-ઇલિનોઇસ) દ્વારા ‘ફર્સ્ટ હોમ એફોર્ડેબિલિટી એક્ટ’ નામના બિલની રજૂઆત કરવામાં આવી છે.

આ કાયદા હેઠળ પ્રાથમિક નિવાસ (પોતાનું મુખ્ય ઘર) ખરીદનાર પ્રથમ વખતના ખરીદદારોને મહત્તમ 25,000 ડોલર સુધીનું રિફંડેબલ ટેક્સ ક્રેડિટ આપવામાં આવશે. આ ક્રેડિટ 5 વર્ષના ગાળામાં આપવામાં આવશે, એટલે કે વર્ષે મહત્તમ 5,000 ડોલર સુધી, જેથી ઘર ખરીદતી વખતે આવતા આગળના ખર્ચમાં રાહત મળે અને લાંબા ગાળાની માલિકીને પ્રોત્સાહન મળે.

ખાસ રાહત તરીકે, ફર્સ્ટ રિસ્પોન્ડર્સ (પોલીસ, ફાયરફાઇટર્સ વગેરે), K-12 શિક્ષકો અને ચાઇલ્ડકેર કામદારોને આખું 25,000 ડોલરનું ક્રેડિટ પહેલા જ વર્ષે જ મળી શકશે.

કોંગ્રેસમેન કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, “ઇલિનોઇસના અનેક પરિવારો માટે વધતી જતી ઘરની કિંમતોને કારણે ઘર ખરીદવું અશક્ય બની ગયું છે.” તેમણે વધુમાં કહ્યું, “મારા આ બિલ દ્વારા પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે રિફંડેબલ ટેક્સ ક્રેડિટ ઊભું કરવામાં આવશે, જેથી મધ્યમ અને કામદાર વર્ગના પરિવારોને અવરોધ દૂર કરીને અમેરિકન ડ્રીમ – મધ્યમ વર્ગનું જીવન બનાવવાની તક મળે.”

રિફંડેબલ ટેક્સ ક્રેડિટનો અર્થ એ છે કે તે તમારા ફેડરલ ઇન્કમ ટેક્સમાં ડોલર-ટુ-ડોલર ઘટાડો કરે છે. જો ક્રેડિટની રકમ તમારે ભરવાના ટેક્સ કરતાં વધુ હોય, તો બાકીની રકમ IRS દ્વારા રોકડ રિફંડ તરીકે આપવામાં આવે છે.

આ બિલ મુખ્યત્વે મધ્યમ અને કામદાર વર્ગના પરિવારોને ઘર ખરીદવામાં મદદ કરવા અને તેમને સ્થિરતા, ઇક્વિટી બનાવવા તેમજ સમુદાયમાં મૂળ જમાવવામાં સહાય કરવાના હેતુથી રજૂ કરવામાં આવ્યું છે.

Comments

Related