ADVERTISEMENT

ADVERTISEMENT

કોમેડિયન ઝરણાં ગર્ગનો દાવો – ભારતીય અમેરિકનો ટ્રમ્પની ગેરકાયદેસર ઇમિગ્રેશન નીતિને ટેકો આપે છે

ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ સાથે સહમત, પરંતુ તેના અમલ પર વાંધો ઉઠાવ્યો

ઝરણાં ગર્ગ / Zarna Garg via Facebook

ભારતીય મૂળનાં પ્રખ્યાત અમેરિકન કોમેડિયન ઝરણાં ગર્ગ જણાવ્યું છે કે ભારતીય અમેરિકન સમુદાયના મોટાભાગના લોકો ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક વલણ અપનાવવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપે છે. તેમણે ‘ધ ડેઇલી બીસ્ટ પોડકાસ્ટ’માં આ વાત કહી હતી.

ઝરણાં ગર્ગ સ્ટેન્ડ-અપ કોમેડિયન, સ્ક્રીનરાઇટર અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટસેલર પુસ્તકનાં લેખિકા છે. તેમનો પ્રાઇમ વિડીયો પરનો કોમેડી સ્પેશિયલ ‘વન ઇન અ બિલિયન’ તથા પુસ્તક ‘ધિસ અમેરિકન વુમન’ ખૂબ લોકપ્રિય થયાં છે.

ઝર્નાએ કહ્યું, “ભારતીય લોકો મોટે ભાગે અમેરિકામાં કાયદેસર રીતે આવેલા ઇમિગ્રન્ટ્સ છે. તેનો અર્થ એ થાય કે વર્ષો સુધી રાહ જોવી, કાગળો ભરવા, સેંકડો-હજારો વેરિફિકેશન પસાર કરવા પડ્યા હોય છે.”

તેમણે ઉમેર્યું કે ઘણા ભારતીયોના સગા-સંબંધીઓ અને મિત્રો ૧૫ વર્ષથી વધુ સમયથી અમેરિકામાં કાયદેસર રીતે આવવાની રાહ જોઈ રહ્યા છે, તેથી કાયદો તોડીને આવનારાઓને લાભ મળતો જોઈને તેમને ખટકો થાય છે. જોકે, ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિના અમલ પર તેમણે અસહમતિ પણ વ્યક્ત કરી હતી.

પોડકાસ્ટનાં હોસ્ટ જોઆના કોલ્સ સાથે વાતચીતમાં ઝર્નાએ મજાકના અંદાજમાં કહ્યું, “અમને ટ્રમ્પમાંથી અમેરિકાના ઘણા લોકોને જે સમસ્યા લાગે છે તે નથી લાગતી... આપણા દેશમાં તો બધા જ રાજકારણીઓ ભ્રષ્ટ હોય છે. એ તો નોકરીની જરૂરિયાત જેવું લાગે છે!”

Comments

Related