ADVERTISEMENT

ADVERTISEMENT

એક અમેરિકન નાગરિક હન્ટાવાયરસ પોઝિટિવ નોંધાયો

આ રોગ સામાન્ય રીતે ઉંદરો દ્વારા ફેલાય છે, પરંતુ અત્યંત વાયરલ કેસમાં વ્યક્તિમાંથી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે અને તેનાથી સંક્રમિત થનારાઓમાંથી એક તૃતીયાંશથી વધુ લોકોના મૃત્યુ થાય છે.

 ડચ ક્રુઝ જહાજ હોન્ડિયસ 4 મે, 2026 ના રોજ કેપ વર્ડેમાં દરિયા કિનારા પર રહે છે. કેપ વર્ડે સત્તાવાળાઓએ તબીબી સહાયની ઓફર કરી છે અને જાહેર આરોગ્યની ચિંતાઓને કારણે ડચ ક્રુઝ જહાજ હોન્ડિયસને પ્રેયા બંદર પર ડોકીંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે બોર્ડમાં શ્વસન રોગનો ફેલાવો જોવા મળ્યો હતો. ડચ ક્રુઝ જહાજ હોન્ડિયસ 4 મે, 2026 ના રોજ કેપ વર્ડેમાં દરિયા કિનારા પર રહે છે. કેપ વર્ડે સત્તાવાળાઓએ તબીબી સહાયની ઓફર કરી છે અને જાહેર આરોગ્યની ચિંતાઓને કારણે ડચ ક્રુઝ જહાજ હોન્ડિયસને પ્રેયા બંદર પર ડોકીંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે બોર્ડમાં શ્વસન રોગનો ફેલાવો જોવા મળ્યો હતો. / Elton Monteiro/Xinhua)

હન્ટાવાયરસથી પ્રભાવિત ડચ ક્રુઝ જહાજના એક અમેરિકન પેસેન્જરનો વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે, જ્યારે બીજા એકને હળવા લક્ષણો જોવા મળ્યા છે. આ જાણ અમેરિકાના હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ વિભાગે કરી છે.

એમવી હોન્ડિયસ ક્રુઝ જહાજ પરથી આવેલા તમામ ૧૭ અમેરિકન નાગરિકોને વિશેષ વિમાન દ્વારા અમેરિકા લાવવામાં આવી રહ્યા છે. જેમાંથી બે વ્યક્તિઓને સાવધાનીના ભાગરૂપે વિમાનના બાયોકન્ટેઈનમેન્ટ યુનિટમાં મુસાફરી કરાવવામાં આવી રહી છે.

આ વિમાન પ્રથમ નેબ્રાસ્કાના ઓમાહા સ્થિત યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા મેડિકલ સેન્ટર/નેબ્રાસ્કા મેડિસિનના રિજનલ ઇમર્જિંગ સ્પેશિયલ પેથોજેન ટ્રીટમેન્ટ સેન્ટર (RESPTC) પર ઉતારવામાં આવશે. ત્યારબાદ હળવા લક્ષણોવાળા પેસેન્જરને તેમના અંતિમ ગંતવ્ય સ્થાને આવેલા બીજા RESPTCમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.

વિભાગે સોશિયલ પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે, "દરેક સુવિધા પર પહોંચ્યા બાદ વ્યક્તિઓનું ક્લિનિકલ મૂલ્યાંકન કરવામાં આવશે અને તેમની સ્થિતિ અનુસાર યોગ્ય સારવાર અને સપોર્ટ આપવામાં આવશે."

૯ મે સુધીના આંકડા મુજબ, આ રોગચાળા સાથે સંકળાયેલા આઠ કેસ સંદેહાસ્પદ છે અને ત્રણ મૃત્યુ થયા છે.

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, હેન્ટાવાયરસનો ઇન્ક્યુબેશન પિરિયડ એકથી આઠ અઠવાડિયા સુધીનો હોઈ શકે છે.

આ રોગ સામાન્ય રીતે ઉંદરો દ્વારા ફેલાય છે, પરંતુ અત્યંત વિરલ કેસમાં વ્યક્તિમાંથી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે અને તેનાથી સંક્રમિત થનારાઓમાંથી એક તૃતીયાંશથી વધુ લોકોના મૃત્યુ થાય છે.

યુકેમાં પગલાં:
યુનાઇટેડ કિંગડમમાંથી હેન્ટાવાયરસથી પ્રભાવિત ક્રુઝ જહાજ એમવી હોન્ડિયસ પરથી પરત આવેલા ૨૦ બ્રિટિશ નાગરિકોને ૧૦ મેના રોજ ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના એક હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. સત્તાધારીઓએ આઉટબ્રેકને રોકવા માટે નિરીક્ષણ વધારી દીધું છે.

પેસેન્જર્સ માન્ચેસ્ટર એરપોર્ટ પર ઉતર્યા બાદ બસ દ્વારા વિરલના એરો પાર્ક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેઓ ૭૨ કલાક સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રહેશે.

સ્થાનિક NHS અધિકારીઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, આ જૂથને "ક્લિનિકલ આકારણી અને ટેસ્ટિંગ માટે વ્યવસ્થિત સેટિંગ" માં રાખવામાં આવશે. જો તેઓ લક્ષણ વિનાના રહેશે તો તેમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે અને વધુ ૪૨ દિવસ સુધી સ્વ-આઇસોલેશન કરવું પડશે.

બ્રિટિશ સરકારે જણાવ્યું છે કે, એમવી હોન્ડિયસ પરથી પરત આવતા તમામ પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સને કુલ ૪૫ દિવસ સુધી આઇસોલેશન અને મોનિટરિંગમાં રાખવામાં આવશે. કન્ફર્મ કે સસ્પેક્ટેડ કેસ સાથે સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું પણ ફોલો-અપ કરવામાં આવી રહ્યું છે.

આ આઉટબ્રેકમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા આઠ કન્ફર્મ કે સસ્પેક્ટેડ કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા છે.

ટ્રિસ્ટન ડા કુન્હા પર કાર્યવાહી:
આ ઉપરાંત, બ્રિટિશ સરકારે દક્ષિણ અટલાન્ટિકમાં આવેલા રિમોટ બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી ટ્રિસ્ટન ડા કુન્હા પર પણ વિશેષ ટીમ મોકલી છે. ત્યાં એક બ્રિટિશ નાગરિકને હેન્ટાવાયરસ પોઝિટિવ આવ્યો છે.

બ્રિટિશ ડિફેન્સ મિનિસ્ટ્રી અનુસાર, ૧૬ એર અસોલ્ટ બ્રિગેડના છ પેરાટ્રૂપર્સ અને બે મિલિટરી ક્લિનિશિયન્સે આઇલેન્ડ પર પેરાશૂટથી ઉતરાણ કર્યું હતું. સાથે જ ઓક્સિજન અને તબીબી સાધનો પણ એર-ડ્રોપ કરવામાં આવ્યા હતા.

આ મિશન બ્રિટિશ સેનાના ઇતિહાસમાં પ્રથમ વખત હતું જ્યારે હ્યુમેનિટેરિયન સહાય માટે મેડિકલ પર્સનલને પેરાશૂટથી મોકલવામાં આવ્યા હોય.

બ્રિટિશ સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, સામાન્ય જનતા માટે જોખમ "ખૂબ જ ઓછું" છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related