સંજય ગોવિલ, MLC ટીમના ફાઉન્ડર / Wikipedia
ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગપતિ સંજય ગોવિલ હાલના આઇપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના નવા માલિક બનવા માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે, એવો અહેવાલ બ્રિટિશ અખબાર ‘ધ ટેલિગ્રાફ’એ પ્રકાશિત કર્યો છે.
હાલ RCB તેમજ મહિલા પ્રીમિયર લીગ (WPL)ની બેંગ્લોર ટીમની માલિકી વૈશ્વિક મદ્ય ઉત્પાદક કંપની ડાયેજિયો (Diageo) પાસે છે.
હાલમાં જ સેબી (SEBI)માં કરવામાં આવેલી એક ફાઇલિંગમાં ડાયેજિયોએ જણાવ્યું હતું કે કંપનીએ RCBમાં પોતાના રોકાણની વ્યૂહાત્મક સમીક્ષા હાથ ધરી છે અને આ પ્રક્રિયા માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
અહેવાલો અનુસાર, ડાયેજિયો પોતાના મુખ્ય વ્યવસાય (મદ્ય ઉત્પાદન) પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે, તેથી રમતગમતની સંસેટ્સ વેચવાનો નિર્ણય લીધો છે. આ વિકાસથી BCCI તેમજ IPL ગવર્નિંગ કાઉન્સિલને પણ પણ માહિતગાર કરી દેવામાં આવ્યા છે.
આ સ્થિતિમાં સંજય ગોવિલ RCBના સંભવિત ખરીદદાર તરીકે સૌથી આગળ છે. ‘ધ ટેલિગ્રાફ’ અનુસાર, RCBની હાલની કિંમત આશરે ૨ અબજ ડોલર (લગભગ ૧૭,૦૦૦ કરોડ રૂપિયા) ગણવામાં આવે છે.
સંજયય ગોવિલ અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)ના સ્થાપક રોકાણકારોમાંના એક છે અને વોશિંગ્ટન ફ્રીડમ ટીમના મુખ્ય રોકાણકાર તથા માલિક છે. તે ઉપરાંત તેઓ ઇંગ્લેન્ડની ૧૦૦ બોલની લીગ ‘ધ હન્ડ્રેડ’માં વેલ્શ ફાયર ટીમના સહ-માલિક પણ છે.
૧૯૯૯માં સંજય ગોવિલે ઇન્ફિનિટ કમ્પ્યુટર સોલ્યુશન્સની સ્થાપના કરી હતી, જે એક વૈશ્વિક ટેક્નોલોજી અને ડિજિટલ એન્જિનિયરિંગ કંપની છે. હાલ તેઓ Zyter નામની કંપનીના સ્થાપક અને CEO પણ છે, જે ડિજિટલ હેલ્થ અને કનેક્ટેડ એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજી પર કામ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login