શ્રી ગોવર્ધનદાસજી એ છેલ્લા 40 વર્ષથી વૈષ્ણવોના મિલન અને સેવાનું કેન્દ્ર બનીને કાર્ય કર્યું છે / Image Provided
હિન્દુ ધર્મના વલ્લભ વૈષ્ણવ પરંપરાના પુષ્ટિ માર્ગને સમર્પિત એક અદ્ભુત મંદિરનું નિર્માણ, જે માત્ર એક વૈષ્ણવ પરિવારના અથાક યોગદાનથી સાકાર થયું છે, આજે વૈષ્ણવ સમુદાય માટે ગર્વનો વિષય છે. 'યમુના નિકુંજ - શ્રી ગોવર્ધનનાથજી મંદિર' નામે ઓળખાતું આ પવિત્ર સ્થળ 1,11,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તે વડોદરાના પ્રખ્યાત પત્રકાર, માનવસેવાના ઉપાસક અને પુષ્ટિ માર્ગના વિદ્વાન શ્રી ગોવર્ધનદાસ શાહની યાદમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના સુપુત્ર ગોપાલભાઈ (ઉદય) અને પુત્રવધુ માલવિકાબેન પરિવારના ત્યાગ અને સમર્પણથી આ મંદિરનું નિર્માણ થયું છે, જે વલ્લભ કુળના આશીર્વાદથી સિદ્ધિ પામ્યું છે.
શ્રી ગોવર્ધનદાસજી, જેમણે આજીવન તન-મનથી માનવસેવાને વરેલા, તેમની સ્મૃતિમાં બનેલું આ મંદિર શ્રી ગોવર્ધનનાથજી (પ્રભુ શ્રી કૃષ્ણ), શ્રી યમુના મહારાણીજી અને શ્રીમદ્ વલ્લભાચાર્યજીના મૂર્તિઓથી શોભિત છે. છેલ્લા 40 વર્ષથી ગૃહસેવામાં ઠાકોરજીની સેવા કરતા આ પરિવારે Vaishnav Milan of Texas (VMT) નામની નોન-પ્રોફિટ સંસ્થા પણ ચલાવી છે, જે કોઈપણ જાતિ કે વર્ગની સેવા લીધા વિના ધાર્મિક અને માનવતાવાદી કાર્યોમાં રત રહી છે. VMT, જે IRS 501(c)(3) ટેક્સ-એક્ઝેમ્પ્ટ સર્ટિફિકેટ ધરાવે છે, તેમણે છેલ્લા 40 વર્ષથી વૈષ્ણવોના મિલન અને સેવાનું કેન્દ્ર બનીને કાર્ય કર્યું છે. હવે આ મંદિર તેનું મુખ્ય કેન્દ્ર બનશે.
મંદિરની વિશેષતાઓ અદ્ભુત છે. તેમાં મંદિર, નિવાસસ્થાન, પુજારીઓ માટે અલગ વાસ, વાહનો માટે પાર્કિંગ અને શ્રી ગોવર્ધનઘરણ (શ્રી ગિરિરાજજી)નું કુદરતી આબેહવા જેવું વાતાવરણ છે, જ્યાં બાગ-બગીચા અને ઓપન-એર ચોક બનાવવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ ચોકને કવર્ડ હોલમાં રૂપાંતરિત કરીને વિશાળ સમારોહોનું આયોજન કરાશે. છેલ્લા 10 વર્ષથી ચાલતી પુષ્ટિ લાયબ્રેરીમાં વિનામૂળ્યે પુસ્તકો વાંચવા કે લઈ જવાની સુવિધા છે. આ ઉપરાંત, પુષ્ટિ પાઠશાળા, યોગા કેન્દ્ર (જે હાલ ઘરે ચાલે છે), સીનિયર સેન્ટર, આર્ટ ક્લાસ, ગુજરાતી ક્લાસ અને કીર્તન ક્લાસ જેવી પ્રવૃત્તિઓની યોજના છે.
આ મંદિરમાં બારેમાસાના બઘણાં પુષ્ટિ માર્ગના ઉત્સવો, સત્સંગ અને દર્શન થાય છે. તેમ છતાં, તેમાં કોઈ વૈષ્ણવ આચાર્યનું સંચાલન કે નામ જોડાયેલું નથી; તે સમસ્ત વલ્લભ કુળ માટે ખુલ્લું છે. ઠાકોરજીની આરતી, વચનામૃત અને માર્ગદર્શન માટે બધાને આમંત્રણ છે. હિન્દુ ધર્મના કોઈપણ સંત કે માનવ કલ્યાણ માટેના કાર્યક્રમો માટે પણ આ સ્થળ આવકાર્ય છે. VMT ધાર્મિક કાર્યો ઉપરાંત અન્ય નોન-પ્રોફિટ સંસ્થાઓને નોબલ કારણો માટે સહયોગ આપે છે.
આશ્ચર્યની વાત એ છે કે આ સંપત્તિ માત્ર એક પરિવારના યોગદાનથી બનેલી છે, જે વૈષ્ણવ સંપ્રદાયના મૂળભૂત મંદિર તરીકે કાર્ય કરશે. હવે દાતાઓને કરમુક્તિ મળે છે, અને 100% દાનની રકમ માત્ર મંદિર વિકાસમાં વપરાશે. ઠાકોરજી અહીં બિરાજમાન થઈ ગયા છે; ટૂંક સમયમાં મુખ્યાજીની નિમણૂક પણ થશે. સર્વ વૈષ્ણવોને દર્શનાર્થે પધારવાનું હાર્દિક આમંત્રણ છે. આ મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર નથી, પરંતુ માનવસેવા અને સાંસ્કૃતિક જાગૃતિનું પ્રતીક છે, જે અમેરિકાના માટે ભારતીય વારસાને જીવંત રાખે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login