ADVERTISEMENTs

તમે જોઈ છે સુવર્ણ રામાયણ ? સુરતમાં 222 તોલા સોના થી લખવામાં આવી છે સુવર્ણ રામાયણ.

રામાયણનું મુખ્ય પાનું ચાંદીનું અને તેના પર 20 તોલાની રામની મૂર્તિ સાથે 10 કિલો ચાંદી, ચાર હજાર હીરા માણેક અને નીલમણિ કંડારવામાં આવ્યા છે.

સોનાની રામાયણ અને દર્શન કરી રહેલ ભક્તો / Kkushal Pandya

વિશ્વમાં સુરતમાં જ એક એવો ગ્રંથ હશે કે જેને સંપૂર્ણ રીતે સોનાની શાહી થી લખવામાં આવ્યો  છે અને તે છે સુવર્ણ રામાયણ.વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ સુરતના  એક એવા રામભક્ત કે જેમણે ભગવાન રામના  સુવર્ણકાળ આયુષ્યને રામાયણ પુસ્તકમાં  સોનાથી ઈંક થી  લખ્યો છે.દુલર્ભ કહી શકાય એવી આ સુવર્ણ રામાયણમા 222 તોલા સોનાના સાથે હીરા માણેક પણ જડવામાં આવ્યા છે.

ભગવાન શ્રીરામ ના જીવન કાળ પર તૈયાર થયેલ આ રામાયણ ના એક એક શબ્દો સોનાની ઈન્ક થી લખવામાં આવ્યા છે. 530 પાનાની અને 222 તોલા સોનાથી તૈયાર કરવામાં આવેલ આ રામાયણના મુખ્ય પાનું ચાંદીનું બનાવામાં આવ્યું છે. અને તેના પર 20 તોલાની રામની મૂર્તિ સાથે 10 કિલો ચાંદી, ચાર હજાર હીરા માણેક અને નીલમણિ જેવા રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ આ રામકુંજમાં રહેતા દંપતી રાજેશ કુમાર ભક્ત અને ઇન્દિરાબેન ભક્ત હાલ આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે તેમનું કહેવું છે કે આ રામાયણ તેમના દાદા દ્વારા બનાવવામાં આવી હતી.

રાજેશભાઇના દાદા સ્વર્ગ વાસી રામભાઈ ગોકળભાઇ ભક્ત રામના ભક્ત હોવાથી તેમણે વર્ષ 1981મા તેઓએ આ રામાયણ બનાવી હતી. અને આ પુસ્તક વર્ષ 1981મા પુષ્ય નક્ષત્રના દિવસો નવ કલાકમાં 40 લોકો દ્વારા  તૈયાર થઈ હોવાનું કહેવામાં આવે છે.હીરા અને અન્ય કિંમતી રત્નોથી સજ્જ સોનાની રામાયણને વર્ષમાં માત્ર એક જ વાર રામ નવમીના અવસરે જાહેર જનતા માટે બહાર લાવવામાં આવે છે અને પછી તેને બેંકમાં પાછું મૂકવામાં આવે છે.

222 તોલા સોનું અને 19 કિલોનું વજન વાળી આ રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસ જર્મનીથી મંગાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે.જર્મનીના આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ લાગતો નથી.આ ઉપરાંત સોનાની ઇન થી લખાયેલા પાના વચ્ચે મૂકવામાં આવેલા બટર પેપર પર પણ 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યું છે.પરંતુ આ દુર્લભ રામાયણને જોવા માટે ભક્તોએ આખું વર્ષ રાહ જોવી પડે છે.

Comments

Related