ADVERTISEMENT

ADVERTISEMENT

સરિતા કોમાતિરેડ્ડીનો બેઘર લોકો માટે ઓપિયોઇડ ફંડ વાળવાનો પ્રસ્તાવ

કોમાતિરેડ્ડીએ ન્યૂયોર્કને મળનારા 3 અબજ ડોલરના ઓપિયોઇડ કેસ સેટલમેન્ટ ફંડને સત્તા સંભાળતાં જ બેઘર લોકોની સમસ્યા ઉકેલવા માટે વાળવાનું વચન આપ્યું.

 સરિતા કોમાટીરેડ્ડી સરિતા કોમાટીરેડ્ડી / Saritha Komatireddy via X

સરિતા કોમાતિરેડ્ડી, 2026ની ચૂંટણીમાં ન્યૂયોર્ક એટર્ની જનરલ પદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. તેમણે ન્યૂયોર્કમાં વધી રહેલી બેઘર લોકોની સમસ્યા અને જાહેર સુરક્ષાના પડકારોનો સામનો કરવા રાજ્યના અબજો ડોલરના ફંડના પુનઃવિતરણનો પ્રસ્તાવ મૂક્યો છે.

‘Meet the Candidates’ કાર્યક્રમમાં હોસ્ટ સ્ટીવ ડોલિસન સાથેની મુલાકાત દરમિયાન કોમાતિરેડ્ડીએ બેઘર લોકોની સમસ્યાને રાજ્યના સૌથી ગંભીર પડકારોમાંની એક ગણાવી હતી. ભૂતપૂર્વ ફેડરલ પ્રોસિક્યુટર અને ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA)ના ચીફ ઓફ સ્ટાફ રહેલી કોમાતિરેડ્ડીએ કહ્યું કે વર્તમાન નીતિઓને કારણે જરૂરિયાતમંદ લોકો રસ્તા પર રહેવા મજબૂર છે અને તેની અસર સ્થાનિક નાના વેપારીઓ પર પણ પડી રહી છે.

કોમાતિરેડ્ડીએ મેનહટનના વેસ્ટ સાઇડ વિસ્તારમાં આવેલા બેઘર લોકોના કેમ્પની મુલાકાતનો અનુભવ પણ શેર કર્યો. તેમણે જણાવ્યું કે ત્યાંના સ્થાનિક વેપારીઓએ રસ્તાઓની સ્થિતિને લઈને તેમની સામે પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી.

કોમાતિરેડ્ડીએ એક ફૂડ વેન્ડર સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આ મારો સૌથી વ્યસ્ત મહિનો હોવો જોઈએ, પરંતુ અહીં રસ્તાઓ પર જે થઈ રહ્યું છે તેના કારણે હું પૈસા અને ગ્રાહકો ગુમાવી રહ્યો છું. હું તમામ નિયમોનું પાલન કરું છું, છતાં મને તેની સજા મળી રહી છે.”

કોમાતિરેડ્ડીએ બેઘર લોકોની સમસ્યાને પહોંચી વળવા માટે રાજ્યના વર્તમાન અભિગમની ટીકા કરી હતી. તેમના મતે, આ મુદ્દે યોગ્ય હસ્તક્ષેપ ન થવાથી રસ્તા પર રહેતા લોકો તેમજ સ્થાનિક અર્થતંત્ર બંનેને નુકસાન થઈ રહ્યું છે.

તેમણે કહ્યું, “આપણે લોકોને સાચી મદદ અને યોગ્ય સારવાર આપવાની જરૂર છે. ન્યૂયોર્કવાસીઓને રસ્તા પર પોતાની રીતે જીવવા માટે છોડી દેવા જોઈએ નહીં. મને લાગે છે કે આ ક્રૂરતા છે.”



ડ્રગ્સના વ્યસન સાથે જોડાયેલી બેઘર લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોમાતિરેડ્ડીએ સત્તા સંભાળતાં જ ન્યૂયોર્કને મળનારા 3 અબજ ડોલરના રાષ્ટ્રીય ઓપિયોઇડ કેસ સેટલમેન્ટ ફંડનો ઉપયોગ નવી રીતે કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

તેમણે આ ફંડને રાજ્ય દ્વારા મંજૂર હાર્મ-રિડક્શન કાર્યક્રમોમાં વાપરવાને બદલે લાંબા ગાળાની રહેણાંક સારવાર સુવિધાઓ ઊભી કરવા માટે વાળવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

કોમાતિરેડ્ડીએ આરોપ લગાવ્યો કે વર્તમાન વહીવટ હેઠળ આ ફંડનો ઉપયોગ ડ્રગ્સના ઉપયોગને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ઓપિયોઇડ સંકટમાંથી મળેલા નાણાંનો ઉપયોગ ડ્રગ્સના ઉપયોગ માટે નહીં, પરંતુ વ્યસનમુક્તિ અને સારવાર માટે થવો જોઈએ.

તેમણે કહ્યું કે તેમની સરકાર બેઘર લોકોના કેમ્પ દૂર કરશે, લોકોને જરૂરી સારવાર અપાવશે અને ન્યૂયોર્કના સમુદાયોને વધુ સુરક્ષિત અને સ્વચ્છ બનાવશે.

બેઘર લોકોની સમસ્યા ઉપરાંત કોમાતિરેડ્ડીના ચૂંટણી એજન્ડામાં એટર્ની જનરલની ઓફિસમાં પણ મોટા ફેરફારોનો સમાવેશ થાય છે. તેઓ ગુનાખોરી અને નાણાકીય છેતરપિંડીના કેસોમાં વધુ કાર્યવાહી અને આરોપીઓને સજા અપાવવા માટે ઓફિસના કામકાજમાં ફેરફાર કરવાની તરફેણમાં છે.

મેનહટનમાં રહેતી અને ચાર બાળકોની માતા કોમાતિરેડ્ડીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ફેડરલ પ્રોસિક્યુટર તરીકેનો તેમનો અનુભવ ન્યૂયોર્કના સમુદાયોમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં તેમને અન્ય ઉમેદવારો કરતાં વધુ સક્ષમ બનાવે છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?