અમદાવાદમાં તૈયાર થતી શરદ કાકાની બરેલીની દોરી; જાણો અન્ય દોરી કરતા શા માટે ખાસ!
December 2026 1 views 02 min 08 secકાપ્યો જ છે... કાપ્યો જ છે... જો બોલવું હોય તો બરેલીની આ દોરી તમારી પાસે હોવી જોઈએ. જી હા... અમદાવાદમાં રહેતા શરદ કાકા છેલ્લા કેટલાક વર્ષોથી બરેલીની ફેમસ દોરી બનાવે છે. અન્ય દોરી કરતા આ દોરીની ખાસિયત એ છે કે, આ દોરી સંપૂર્ણ રીતે હાથથી તૈયાર કરવામાં આવે છે, જેમાં કાચ અને માત્ર ભાત નહીં પરંતુ અન્ય ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આ દોરી ખૂબ પાકી અને મજબૂત બને છે. આ દોરી બનાવવા માટે ખાસ બરેલીથી કારીગરો આવે છે, અને ઔષધી જેવા કે તજ, બેલ પત્તર, ઇસબગુલ સહિત અન્ય ઘણા પાવડર સાથે દોરીને 4 થી 6 વાર ઘસવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રોસેસ હાથેથી જ કરવામાં આવે છે. સ્પેશિયલ બરેલીના કારીગરો દ્વારા બનતી આ દોરી અમદાવાદ નહીં પણ ગુજરાત ભરમાં વખણાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



