અમિત શાહે કેસરિયા ગરબાની લીધી મુલાકાત
September 2025 1 views 01 min 29 secનવરાત્રીના પાવન પર્વના બીજા દિવસે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા ગામઠી થીમ સાથેના કેસરિયા ગરબાની મુલાકાત લીધી હતી. ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત ફાઉન્ડેશન દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કેસરિયા ગરબાના પ્રાંગણમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ અમિત શાહને ઉત્સાહભેર આવકાર્યા હતાં. સાથે જ કેન્દ્રીય મંત્રીએ ગરબાને ભક્તિ, શક્તિ અને નવરાત્રિના આનંદનું પ્રતીક જણાવ્યું હતું.