PM મોદી ફરી ટેરિફ મુદ્દે નામ લીધા વગર બોલ્યા
September 2025 1 views 03 min 28 secPM મોદી આજે ગુજરાત મુલાકાતે છે. ભાવનગરમાં રોડ શો બાદ જવાહર મેદાન પહોંચ્યા હતાં. અહીં ભાવનગર સહિત રાજ્યના 27000 કરોડ મળી દેશના કૂલ 1 લાખ કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, જો વાસ્તવમાં કોઈ આપણું દુશ્મન હોય તો તે છે બીજા દેશો પર આપણી નિર્ભરતા, આ જ આપણો સૌથી મોટો દુશ્મન છે. આપણે મળીને ભારતના દુશ્મનને હરાવવો પડશે. મારે આ વાત હંમેશા પુનરાવર્તિત કરવી છે. જેટલી બીજા દેશો પર નિર્ભરતા એટલી દેશની નિષ્ફળતા. બીજા પર આશ્રિત રહીશું તો આત્મસન્માન ઘવાશે.