અસામાજિક તત્વો પર Surat પોલીસની 'તીસરી આંખ' રાખશે નજર.
August 2025 6 views 01 min 55 secસુરત શહેરમાં ગુનાખોરીને ડામવા અને અસામાજિક તત્વો પર કડક નજર રાખવા માટે સુરત પોલીસને 25 લાખના આધુનિક ટોક્નોલોજીના નવા 8 ડ્રોન મળ્યાં છે. સુરત પોલીસને નવા આઠ ડ્રોન મળતા હવે ડ્રોનની સંખ્યા 20 થઈ છે. આવનારા પર્વોમાં એકસાથે 20 ડ્રોનની મદદથી પોલીસ શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરી શકશે. આ 20 ડ્રોન 'પોલીસની તીસરી આંખ' તરીકે કામગીરીમાં મદદરૂપ થશે.